ગિરનાર જંગલમાં નેચર સફારીની વર્ષ 2021માં શરૂઆત કરવામાં આવી છે. આજ સુધીમાં 6974 પ્રવાસીઓ મુલાકાતે આવ્યાં છે અને રૂપિયા 14.86 લાખની આવક થઇ છે. રૂપ પર 15થી 20 સિંહ છે.
Ashish Parmar, Junagadh: ગિરનાર જંગલમાં 50 જેટલા સિંહ વસવાટ કરે છે.ગિરનાર જંગલમાં નેચર સફારીની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2021માં નેચર સફારીની શરૂઆત થઇ હતી. અહીં લોકો સિંહ નિહાળવા આવે છે. આજ સુધીમાં 6974 પ્રવાસીઓએ નેચર સફારીની મુલાકાત લીધી છે અને સિંહ નિહાળ્યાં હતાં.
26 જાન્યુઆરી 2021 માં થઈ આ સફારીની શરૂઆત
ગિરનાર નેચર સફારીની 26 જાન્યુઆરી 2021 ના દિવસે શરૂઆત થઈ હતી. ગિરનાર સફારી પ્રાકૃતિક વાતાવરણ માટે અનુકૂળ છે.અહીં આવતા પ્રવાસીઓને પ્રકૃતિના આનંદ સાથે સાવજના દર્શન થયા વગર રહેતા નથી.
રૂટ પર અંદાજિત 15 થી 20 સિંહ
ગિરનાર નેચર સફારી રૂટ પર અંદાજિત 15 થી 20 સિંહનો વસવાટ છે અને ગિરનાર જંગલમાં અંદાજિત 50થી વધુ સિંહ વસવાટ કરે છે.
આટલા પ્રકારના વન્ય પ્રાણીઓ જોવા મળે
ગીરનારના જંગલમાં દીપડા, હાયના, ઘોર ખોદિયું, જંગલી બિલાડી, શિયાળ, કીડી ખાઉ, સાબર, ચિતલ, નીલગાય, વાઈલ્ડ બોર સહિતના વન્ય પ્રાણીનો વસવાટ છે અને પ્રવાસીઓને ગિરનાર નેચર સફારીના રૂટ પર ક્યારેક આ બધા પ્રાણીઓના પણ દર્શન થઈ જતાં હોય છે.
આ રીતે હોય છે સમય અને ટ્રીપ
ગિરનાર નેચર સફારીમાં સવારે ચાર અને સાંજે ચાર એમ કુલ 8 ટ્રીપ નોંધાય છે. જેનો સમય શિયાળામાં સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધીનો હોય છે અને સાંજના સમયે ત્રણ થી છ રાખવામાં આવ્યો છે. ઉનાળામાં સમય સવારનાં 6 થી 9 વાગ્યા સુધી રહે છે.
6974 પ્રવાસીઓ આવ્યા
ગિરનાર નેચર સફારીમાં શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 6974 પ્રવાસીઓએ નેચર સફારીની મુલાકાત લીધી છે. જેમાં સૌથી વધુ ફેબ્રુઆરી 2021 માં 910 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વિદેશી પ્રવાસીઓની વાત કરવામાં આવે તો સૌથી વધુ ડિસેમ્બર 2022માં 16 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અત્યાર સુધીમાં કુલ 24 વિદેશી પ્રવાસીઓ ગિરનાર નેચર સફારીની મુલાકાત લઈ ચૂક્યા છે.
14 લાખથી વધુની નોંધાય આવક
ગિરનાર નેચર સફારીની શરૂઆત બાદ 2021 થી આજ સુધીમાં કુલ 14,86,375 ની આવક થઇ છે. જેમાં વર્ષ 2020-21 માં 2,85,600, વર્ષ 2021 - 22 માં 5,76,125 અને 31 ડિસેમ્બર 2022 સુધીમાં 6,24,650 ની આવક થઇ છે.
અહી થાય છે બુકિંગ
ગિરનાર નેચર સફારીમાં ટ્રીપ બુક કરવા માટે સાસણની જેમ જ સમગ્ર પ્રોસેસ છે, જેમાં ગુજરાત ગવર્મેન્ટની ઓફિસિયલ સાઇટ : https://girlion.gujarat.gov.in પર બુકિંગ કરાવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર