ભવનાથ તિર્થક્ષેત્રમાં આવેલા મુચકુંદ મહાદેવની જગ્યાએ આજે 25 પુરૂષો અને મહિલાએ દક્ષા લીધી હતી. સંસાર છોડીને સન્યાસનાં પથ પર નિકળ્યાં હતાં. ડોકટર સહિતનાં લોકોનો સમાવેશ થાય છે.
Ashish Parmar, Junagadh: દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ. જૂનાગઢનો ભવનાથનો મેળો તે ભજન, ભોજન અને ભક્તિનો મેળો કહેવાય છે. આ મેળામાં સામેલ થવા અને ભક્તિમાં લીન થવા દૂર દૂર થી લોકો ઉમટી પડે છે. ત્યારે જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં એક સાથે 25 જેટલા લોકોએ દીક્ષા લીધી હતી.
દીક્ષા લેવાનુ આ છે કારણ
સનાતન ધર્મની રક્ષા માટે આજે ડોક્ટર સહિતના અનેક સુખી સંપન્ન પરિવારના લોકોએ દીક્ષા લીધી હતી. જેમાં સનાતન ધર્મની રક્ષા માટે લોકો પોતાના પરિવાર નો
ત્યાગ કરી અને આજે સાંસારિક જીવન છોડી અને સનાતન ધર્મ સાથે જોડાઈ ગયા છે અને હવે આ એક વિશ્વ પોતાનો પરિવાર છે, તેવું માની અને આગળ વધી રહ્યા છે.
દીક્ષા કોણે અપાવી
આ તમામ લોકોને દીક્ષા જુના અખાડાના મહામંડલેશ્વર અને મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રગીરીબાપુના માર્ગદર્શન હેઠળ 25 જેટલા પુરુષ, મહિલાઓએ સાંસારિક જીવનનો ત્યાગ કરી અને સંન્યાસનો પથ અપનાવ્યો હતો.
આજે તેમને દીક્ષા આપવામાં આવી હતી. જેમાં તેમનું મૂળદાન કરી અને તેનું પિંડદાન કરાવવામાં આવ્યું હતું. પિંડદાન કરતાની સાથે જ તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેઓની નામકરણ વિધિ પણ કરાવવામાં આવી હતી.
પોતાના મૂળ રૂપને ત્યાગ કરવાનો રહે છે
દીક્ષા લીધા બાદ અહીં જે લોકોએ સંન્યાસ ધારણ કર્યો છે, તે દરેક લોકોએ પોતાનું મૂળ નામ અને પોતાનો પરિવાર સહિત ત્યાગ કરવાનો હોય છે અને આજથી તેઓને સન્યાસ લીધા બાદ સનાતન ધર્મના પરિવારમાં સામેલ કરી દેવામાં આવ્યા છે.
પરીક્ષા પણ રહે છે આકરી
આગામી કુંભના મેળામાં તેઓને વિધિવત રીતે નાગા સાધુઓ માટે સંયમ પાળવાનો હોય છે અને તે માટે આ પરીક્ષામાંથી પાસ થવું ખૂબ જ જરૂરી હોય છે. આજે તેઓએ સંસાર જીવનનો ત્યાગ કરી સંન્યાશાસ્ત્રમાં પ્રવેશ કર્યો હતો અને આજથી તેઓએ પોતાના તમામ પરિવારનો ત્યાગ કરી સમસ્ત જગતના મહિલા, પુરુષો પોતાના પરિવારના સભ્ય છે. તેવું જાણી અને તેમના કલ્યાણ અને પૃથ્વીના કલ્યાણ માટે તેઓ કામ કરશે. તેમ જ ધર્મની રક્ષા માટે તેઓ સતત તત્પર રહેશે તેવું જણાવ્યું હતું.