Home /News /junagadh /Junagadh: જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં બે દિવસમાં 2300 સ્પર્ધકો લેશે ભાગ

Junagadh: જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં બે દિવસમાં 2300 સ્પર્ધકો લેશે ભાગ

કલા મહાકુંભમાં ભાગ લેતા સ્પર્ધકો

જૂનાગઢ મનપાના મેયર ગીતાબેન પરમારના હસ્તે આ સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત આજથી બે દિવસ માટે કુલ 23 કૃતિઓ દરેક સ્પર્ધકો દ્વારા પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવશે

    Ashish Parmar, Junagadh: દેશની સાંસ્કૃતિક અનેકતામાં એકતાને પ્રદર્શિત કરતા કલા મહાકુંભમાં સંગીત, નૃત્ય, ચિત્ર લેખન સહિતની કળાઓની કલા આરાધના સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવા માટે જૂનાગઢમાં બે દિવસીય કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. બાળકોનાં જીવન ઘડતરમાં શૈક્ષણિક વિકાસની સાથે આપણી પરંપરાગત સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કલા મહાકુંભમાં રજુ થતી વિવિધ પ્રાચિન કૃતિ પ્રેરણા બળ પુરૂ પાડે છે. જૂનાગઢ મનપાના મેયર ગીતાબેન પરમારના હસ્તે આ સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત આજથી બે દિવસ માટે કુલ 23 કૃતિઓ દરેક સ્પર્ધકો દ્વારા પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવશે.

    વિદ્યાર્થીઓનો થાય છે સર્વાંગી વિકાસ

    વિદ્યાર્થીઓને આવી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ પોતાનું મનોબળ મજબૂત બને છે અને વધુ ને વધુ સારી રીતે કાર્ય કરવા માટે પ્રેરણા લે છે. અમુક વિદ્યાર્થીઓને સ્ટેજ પર જવાનો અને પોતાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ આપવાનો એક મનમાં ડર હોય છે. જે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવાથી દૂર થાય છે અને દરેક વિદ્યાર્થી પોતાના માનસિક વિકાસ તરફ આગળ વધે છે.

    આ આયોજનોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓએ જોડાવું જોઈએ

    આ પ્રકારના આયોજનથી દરેક વ્યક્તિ પોતાનું મનોબળ શ્રેષ્ઠ કરી શકે છે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન થકી આગળ કઈ રીતે વધી શકાય અને ખુદને બીજાથી સારું દર્શાવી આગળ કેમ વધી શકાય તે પણ એક સ્પર્ધા જાગે છે. જેથી દરેક વિદ્યાર્થી પોતાને આગળ આવવા અને સારું પ્રદર્શન માટે માનસિક મનોબળથી મક્કમ બને છે.

    આ પણ વાંચો: ''અબ તુમ્હારે હવાલે જંગલ સાથીયો'' જંગલની સુરક્ષા આવી SRP જવાનોના સિરે, જાણો શું છે કારણ

    શહેરમાં ગાંધીગ્રામમાં આવેલી કાર્મેન્ટ કોન્વેન્ટ સ્કૂલમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ધાટન સમયે મેયર ગીતાબેન પરમારે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભના આયોજનથી આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન થવાની સાથે વિદ્યાર્થીઓ યુવાનોમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય છે. ઉપરાંત કલા માટે એક જુદા જ વાતાવરણનું નિર્માણ થાય છે. જેથી વિદ્યાર્થીઓ અને યુવાનોને પ્રોત્સાહન પણ મળે છે. આ સાથે તેમણે કલા મહાકુંભમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને જૂનાગઢનું રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Junagadh Latest News, Junagadh news, જૂનાગઢના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन