Home /News /junagadh /Junagadh : પ્રાકૃતિક ખેતીમાં જિલ્લો બન્યો અગ્રેસર, જાણો કેટલા ખેડૂતો કરી રહ્યાં છે ઓર્ગેનિક ખેતી

Junagadh : પ્રાકૃતિક ખેતીમાં જિલ્લો બન્યો અગ્રેસર, જાણો કેટલા ખેડૂતો કરી રહ્યાં છે ઓર્ગેનિક ખેતી

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો

જૂનાગઢમાં ધીરે ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જાગૃત બન્યા રાસાયણિક ખાતરો માંથી આવતો ભાગ ક્યાંક ને ક્યાંક ઝેરી બની જતો હોય છે આ વસ્તુને ખેડૂતો હવે સમજ્યા છે અને પ્રાકૃતિક ઢબે ખેતી તરફ વળ્યા છે જેથી સારો અને ગુણવત્તાસભર પાક લોકોને મળી શકે

વધુ જુઓ ...
    ASHISH PARMAR JUNAGADH : પ્રાકૃતિક ખેતી સર્વ શ્રેષ્ઠ ખેતી ગણાય છે કારણ કે તેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે અને રાસાયણિક ખાતરના ઓછો ઉપયોગ કરવાથી જે તે પાક ઝેરી થતો બચે છે જેથી જુનાગઢ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યું છે અને આ બાબતમાં હવે ખેડૂતો જાગૃત બન્યા છે. જૂનાગઢના ખેડૂતો પ્રાકૃતિક ખેતી બાબતે જિલ્લામાં અગ્રેસર બન્યા છે અને જુનાગઢ જિલ્લો પણ પ્રાકૃતિક ખેતી બાબતે અગ્રેસર રહ્યો છે ગુજરાતના રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતીને વિશેષ મહત્વ આપે છે તથા પ્રાકૃતિક ખેતી માટે દરેક ખેડૂતોને સમજાવ્યા પણ છે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ પણ સતત ખેડૂતો જોડાયેલા છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે હંમેશા પોતે અગ્રેસર રહ્યા છે.

    જૂનાગઢ જિલ્લામાં 11,688 ખેડૂતોએ 16,874 એકરમાં મગફળી સહિતના પાકોનું પ્રાકૃતિક ઢબે ઉત્પાદન કરી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાઈ અને પ્રાકૃતિક કૃષિ મારફત આર્થિક ઉપાર્જન મેળવતા થાય તે માટે સમયાંતરે ખેડૂતો માટે માર્ગદર્શન તાલીમ યોજવામાં આવે છે. જેમાં આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિસ્તરણ તંત્ર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવે છે. જેના જૂનાગઢ જિલ્લામાં સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.

    જૂનાગઢમાં દર રવિવારે પ્રાકૃતિક ખેતીની વસ્તુઓનું વેચાણ થાય છે
    જૂનાગઢમાં દર રવિવારે સવારના સમયે પ્રાકૃતિક ખેતી આધારિત જે પાક ઉત્પન્ન થયેલ હોય છે તેનો વેચાણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જેમાં મોટા ભાગે લોકો પોતાનું અનાજ કરિયાણું અને શાકભાજી સહિતની વસ્તુઓ બુક કરાવે છે અને આ બાબતે લોકોની પણ જાગૃતતા એટલી બધી છે કે બે ત્રણ અઠવાડિયા સુધીના ઓર્ડર અગાઉથી બુક થયેલા હોય છે. અને લોકો આ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ ખરીદવા માટે જ આગ્રહી બનતા હોય છે.
    First published:

    Tags: જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन