Ashish Parmar,Junagadh : જૂનાગઢના ભવનાથમાં પ્રવેશ કરતા પહેલા વાઘેશ્વરી મંદિર પાસે રૂખડનું ઝાડ આવેલું છે. આ ઝાડ આશરે 100 વર્ષથી જૂનું હોય તેવી એક માન્યતા છે.અહીંના મહંત જણાવ્યું હતું કે, ઝાડ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત છે. એટલે કદાચ સદીઓ જૂનું ઝાડ પણ માની શકાય. જ્યારે અહીં રસ્તો પહોળો કરવામાં આવ્યો ત્યારે ઝાડને કાપવામાં આવ્યું ન હોતું. તેની જગ્યાએ અહીંથી રસ્તાને વળાંક આપવામાં આવ્યો હતો. કેટલાય લોકોની આસ્થા રૂખડ ઝાડ સાથે વર્ષોથી જોડાયેલી છે. અહીં લોકોની ઈચ્છા પરિપૂર્ણ થતી હોય લોકોની આસ્થા રૂખડના ઝાડ સાથે જોડાયેલી છે.
વર્ષો જૂનું ઝાડ તેથી માંગો તે મળે છે
રૂખડ ઝાડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. સંપૂર્ણ આસ્થા સાથે જો કોઈ વસ્તુની માંગણી કરવામાં આવે તો અહીં પૂર્ણ થાય છે.તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થતી ન હોય અને અહીં પ્રાર્થના કરવામાં આવે તો તે પરિપૂર્ણ થાય છે અને ઈચ્છા ફળીભૂત થાય તેવી માન્યતા છે. ઘણા બધા નિ:સંતાન દંપતિઓ સંતાન પ્રાપ્તિ માટે ઝાડમા પારણાઓ બાંધી જાય છે.તેમને ત્યાં અહીંની માનતા પછી સંતાન પ્રાપ્તિ થઈ હોવાના પણ ઘણા કિસ્સાઓ છે તેમ અહીંના મહંતે જણાવ્યું હતું.
હજારો લોકો આવે છે અહી મન્નતમાટે
અહી હજારો લોકો પોતાની આસ્થા અને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. મુચકુંદ ગુફા તરફ જતા સમયે ભગવાન શ્રીકૃષ્ણએ અહીં વૃક્ષનું સ્થાપન કર્યું હતું,તેવી એક માન્યતા છે.લોકો અહી ભાવભક્તિથી આવે છે. પોતાની આસ્થા મુજબ અહી મન્નત માગે છે અને પૂજા કરે છે. બહારગામથી પણ અનેક લોકો અહીં મુલાકાત લઈ ચૂક્યા છે. અહીંના પૂજારી પૂજા માટે અહીં જ ઉપસ્થિત રહી અને જેને યોગ્ય પૂજાવિધિ કરાવવી હોય તો તે પણ કરી આપે છે.