રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 5 નવેમ્બર સુધીમાં કરો અરજી

News18 Gujarati
Updated: October 21, 2019, 8:02 AM IST
રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 5 નવેમ્બર સુધીમાં કરો અરજી
પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ મધ્ય રેલવેમાં 160 સ્થાનો માટે ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી, આવી રીતે કરો અરજી

  • Share this:
પશ્ચિમ મધ્ય રેલવે (Western Central Railway) તરફથી ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice)ની ભરતી (Recruitment) પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કુલ 160 સ્થાનો પર ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. આ ભરતી રાજસ્થાન (Rajasthan)ના કોટા (Kota) ખાતે આવેલા માલગાડીના ડબ્બાના રિપેરિંગ કારખાના માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ 160 પદોમાં 70 ફિટર, 66 વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક), 3 COPA, 11 પેઇન્ટર અને 10 મશીનિસ્ટનો સમાવેશ થાય છે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ધોરણ 10+2 પાસ અથવા ધોરણ 10 પાસ કે તેનાથી સમકક્ષ 50 ટકા સાથે પાસ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા (Age Limit)

આ સ્થાનો માટે 5 નવેમ્બર 2019 સુધીમાં અરજીકર્તાની ઉંમર 15થી 24 વર્ષની હોવી જોઈએ.કેવી રીતે અરજી કરશો

ઉમેદવારો (Applicant)એ ઓનલાઇન અરજી (Online Application) કરવાની રહેશે. તેના માટે રેલવેની વેબસાઇટ (Website)ની આ લિંક પર ક્લિક કરીને ઓનલાઇન અરજી કરી શકો છો.

અરજી કરવાની છેલ્લી તારીખ (Application Last Date)

અરજી કરવાની છેલ્લી તારીખ 5 નવેમ્બર 2019 છે. જેમાં ઉમેદવારોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઓનલાઇન અરજી કરી દેવી પડશે.
First published: October 8, 2019, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading