UPSC IAS Interview : ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું ભારત નાખુશ દેશ છે? ઉમેદવારે આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: December 23, 2019, 7:54 AM IST
UPSC IAS Interview : ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું ભારત નાખુશ દેશ છે? ઉમેદવારે આપ્યો આ જવાબ
વિકાસ સુંદા (ફાઇલ તસવીર)

UPSC IAS Interview : ઇન્ટરવ્યૂ લેનાર સભ્યએ પૂછ્યું કે, તમે JNUના વિદ્યાર્થી રહ્યા છો, તાજેતરમાં JNU કોઈ સારા કારણથી ચર્ચામાં નથી. JNU અંગે દેશભરમાં જે છબિ બનાવવામાં આવી રહી છે, તેની સાથે તમે સહમત છો?

  • Share this:
UPSC IAS Interview : આઈએએસ (Indian Administrative Service) બનવું સરળ કામ નથી. દર વર્ષે લાખો ઉમેદવારોમાંથી અમુક પસંદગીના ઉમેદવારોને જ સફળતા મળે છે. એવા ઘણા લોકો પણ હોય છે જેઓ પ્રીલિમ અને મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં નાપાસ થતા હોય છે. આ લોકો ઇન્ટરવ્યૂ લેનાર લોકોના સવાલોના જવાબ નથી આપી શકતા.

અનેક વખત તો એવું થાય છે કે જવાબ આવડતો હોવા છતાં ડર કે ગભરામણમાં ઉમેદવારો જવાબ નથી આપી શકતા. એવામાં તમે જો આવી કોઈ પરીક્ષા આપી રહ્યો છો તો અમે તમારી મદદ માટે 2017 યૂપીએસસીની પરીક્ષામાં 584મો રેન્ક મેળવનારા વિકાસ સુંદાને પૂછવામાં આવેલા સવાલો જણાવી રહ્યા છીએ. તો જાણીએ વિકાસે કેવી રીતે સવાલોના જવાબ આપીને સફળતા મેળવી હતી.

વિકાસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને પૂછવામાં આવ્યું હતું કે ભારતમાં કહેવામાં આવે છે કે "India is a growing economy but an unhappy nation". શું તમે સહમત છો? વિકાસે જવાબ આપ્યો હતો કે હું આ વાતથી સહમત છું. વિકાસે જણાવ્યું કે ઇકોનૉમિક ગ્રોથ ખુશીનું કારણ ન હોઈ શકે. કોઈ પણ દેશના લોકો ત્યારે જ ખુશ થાય છે જ્યારે સંતોષનું સ્તર સારું હોય. સાથે જ માનસિક શાંતિ પણ જરૂરી છે, જેની ઉણપ ભારતમાં જોવા મળી રહી છે.

વિકાસ સુંદાને વધુ એક સવાલ અંગે વાત કરતા જણાવ્યુ કે, 'ઇન્ટરવ્યૂ લેનાર સભ્યએ પૂછ્યું કે તમે JNUના વિદ્યાર્થી રહ્યા છો, તાજેતરમાં JNU કોઈ સારા કારણથી ચર્ચામાં નથી. JNU અંગે દેશભરમાં જે છબિ બનાવવામાં આવી રહી છે, તેની સાથે તમે સહમત છો? શું JNUમાં સાચે જ એવું થઈ રહ્યું છે જેવું ટીવી માધ્યમ અને વર્તમાનપત્રોમાં કહેવામાં આવી રહ્યું છે?'

આ અંગે વિકાસે જવાબ આપ્યો હતો કે, મીડિયામાં JNUની જે છબિ બતાવવામાં આવી રહી છે તેની સાથે હું બિલકુલ સહમત નથી. વિકાસે કહ્યું- સર, મારો અનુભવ છે કે તમે જેએનયૂમાં કોઈ પણ સ્તરે વાદ-વિવાદ કરી શકો છો. હું જેએનયૂને એક આદર્શ સંસ્થા તરીકે જોઉં છું. મીડિયામાં જ છબિ બનાવવામાં આવી છે તેની સાથે હું સહમત નથી.
First published: December 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading