Home /News /jobs /આ બેંકમાં નોકરીની સુવર્ણ તક, મહિને 63 હજાર સુધી મળશે પગાર

આ બેંકમાં નોકરીની સુવર્ણ તક, મહિને 63 હજાર સુધી મળશે પગાર

યુકો બેંકમાં સિક્યોરિટી ઓફિસના પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

Bank Recruitment: આ પદ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર છે.

    દિલ્હી: યુકો બેંકમાં સિક્યોરિટી ઓફિસના પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર છે. આવામાં ઉચ્છુક ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે આ પદ માટે અરજી કરવી જોઇએ. અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઇટ ucobank.com પર જવું પડશે.

    આ પદ માટે ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. આ સિવાય લાયકાત અને અનુભવની સંપૂર્ણ માહિતી નોટિફિકેશનમાં જોઇ શકાય છે. આ જગ્યા માટે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો, ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માધ્યમથી ઉમેદવારોને શોર્ટલિસ્ટેડ કરાશે. પરીક્ષા IBPS તરફથી આયોજીત કરવામાં આવશે.

    સેલરી

    આ પદ માટે પસંદગી થયા બાદ ઉમેરવારોને પે સ્કેલ 36000 -1490/7 / 46430 -1740/2 / 49910 -1990/7 -63840 હેઠળ સેલરી આપવમાં આવશે.

    આ પણ વાંચો: પરીક્ષા વગર મેળવો આ સરકારી નોકરી, બસ હોવી જોઈએ આ યોગ્યતા, મળશે લાખોનો પગાર

    કેવી રીતે કરશો અરજી?

    અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ucobank.com પર લોગઇન કરવું પડશે. હવે રિક્રૂટમેન્ટ ટેબ પર જઇને “Online application for recruitment of “Security Officer in SCALE I” લિંક પર ક્લિક કરવું પડશે. જે બાદ ભરતીની લિંક સામે એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરીને અરજીપત્રક ભરો. ઉપરાંત ભરતીનું નોટિફિકેશન જોવા માટે આ લિંક UCO Bank Recruitment 2022 Notification પર ક્લિક કરો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bank Jobs, Career and Jobs, Recruitment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन