SBI Clerk Recruitment 2020: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)એ ક્લર્ક કેડરમાં આર્મરર (Armourer) ભરતી માટે ઑનલાઇન અરજી મંગાવી છે. આ ભરતી માત્ર પૂર્વ સૈન્યકર્મીઓ માટે જ છે. આ પદો માટે અરજીની કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 12 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર આ પદો માટે અરજી કરી શકે છે. ઉમેદવારની પસંદગી એક ઑનલાઇન પરીક્ષાના આધારે કરવામાં આવશે જે 8 માર્ચે આયોજિત કરવામાં આવશે. એસબીઆઈએ કુલ 39 આર્મરર પદો પર વેકન્સી બહાર પાડી છે.
યોગ્યતા : ઉમેદવારે ધોરણ-12 પાસ હોવું જરૂરી છે. ઉમેદવાર સર્વિસ દરમિયાન ગ્રેડ-1 આર્મરર રહ્યો હોવો જોઈએ એન આર્મામેન્ટ કોર્સમાં પૂરી રીતે ક્વોલિફાઇડ હોવું જોઈએ.
ઉંમર મર્યાદા : ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નોંધનીય છે કે 30 સપ્ટેમ્બર 2019ની તારીખ સુધી ઉમેદવારની પાસે શૈક્ષણિકની સાથોસાથ ટેક્નિકલ યોગ્યતા પૂરી થવી જોઈએ.
આવી રીતે અરજી કરો : યોગ્ય ઉમેદવાર એસબીઆઈના કરિયર પોર્ટલ sbi.co.in/careers પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે ઉમેદવારને કોઈ પણ અરજી ફી નથી આપવાની.
પસંદગી પ્રક્રિયા : ઉમેદવારો માટે પસંદગી માટે ઑનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આયોજિત કરવામાં આવશે. ઑનલાઇન ટેસ્ટના 10 માર્ક તો બીજી તરફ ઇન્ટરવ્યૂના 25 માર્ક આપવામાં આવશે. અરજદારોની સંખ્યા ઓછી હશે તો બેંક સીધા ઇન્ટરવ્યૂ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કરી શકે છે.