SBI Clerk 2020 Notification Out: એસબીઆઈએ જાહેર કરી બમ્પર વેકન્સી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

News18 Gujarati
Updated: January 3, 2020, 9:58 AM IST
SBI Clerk 2020 Notification Out: એસબીઆઈએ જાહેર કરી બમ્પર વેકન્સી, આજથી અરજી પ્રક્રિયા શરૂ
SBIમાં જૂનિયર એસોસિએટના 7870 પદો પર ભરતી પ્રક્રિયા શરૂ, 26 જાન્યુઆરી પહેલા કરો અરજી

SBIમાં જૂનિયર એસોસિએટના 7870 પદો પર ભરતી પ્રક્રિયા શરૂ, 26 જાન્યુઆરી પહેલા કરો અરજી

  • Share this:
SBI Clerk 2020 Notification: બેન્કિંગની તૈયારી કરનારા ઉમેદવારો માટે ખુશખબર છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ ક્લેરિકલ કૅડરમાં જૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) પદો પર બમ્પર વેકન્સી બહાર પાડી છે. એસબીઆઈએ ગુરુવારે પોતાની ઑફિશિયલ વૅબસાઇટ પર આ નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસબીઆઈની વૅબસાઇટ https://bank.sbi/careers અથવા https://www.sbi.co.in/careers પર જઈને પદો પર અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા આજ એટલે કે 3 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 26 જાન્યુઆરી 2020 સુધી આ પદો પર અરજીની પ્રક્રિયા ચાલુ રહેશે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, એસબીઆઈએ જૂનિયર એસોસિએટ (SBI Junior Associates, Clerk 2020)ના 7870 પદો પર અરજી મંગાવી છે.

જોકે, એસબીઆઈએ હાલમાં પ્રારંભિક (SBI Clerk Preliminary Examination 2020) અને મુખ્ય પરીક્ષા (SBI Clerk Main Examination 2020)ની તારીખો જાહેર નથી કરી, પરંતુ શક્યતા છે કે પ્રારંભિક પરીક્ષા ફેબ્રુઆરી/માર્ચ અને મુખ્ય પરીક્ષા એપ્રિલ 2020મ આયોજિત થઈ શકે છે.

SBI Clerk Recruitment 2020 notification વાંચવા માટે અહીં ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો

SBI Clerk Recruitment 2020: મહત્વપૂર્ણ તારીખ
1. (એસબીઆઈ ક્લર્ક 2020 નોટિફિકેશન SBI Clerk 2020 Notification): 2 જાન્યુઆરી 2020
2. અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ (SBI Clerk 2020 Online Application): 3 જાન્યુઆરી 20203. અરજી કરવાની છેલ્લી તારીખ (SBI Clerk 2020 Application Form Closes): 26 જાન્યુઆરી 2020.
4. પ્રારંભિક પરીક્ષા માટે કૉલ લેટર ક્યારે જાહેર કરાશે (Download of call letter for Preliminary Examination): ફેબ્રુઆરી 2020
5. એસબીઆઈ ક્લર્ક 2020 પ્રારંભિક પરીક્ષાની તારીખ (SBI Clerk 2020 Exam Date Preliminary): ફેબ્રુઆરી/માર્ચ 2020
6. મુખ્ય પરીક્ષા માટે કૉલ લેટર ક્યારે જાહેર થશે (Download of call letter for Main Examination): એપ્રિલ 2020
7. એસબીઆઈ ક્લર્ક 2020 મુખ્ય પરીક્ષાની તારીખ (SBI Clerk 2020 Exam Date Mains): 19 એપ્રિલ 2020
8. એસબીઆઈ ક્લર્ક 2020 ફાઇનલ પરિણામ (SBI Clerk 2020 Result Mains + Final): જૂન 2020

SBI Clerk Recruitment 2020: ડાયરેક્ટ લિંક

SBI Clerk Recruitment 2020: એપ્લિકેશન ફી
1. SC/ST/PWD/XS ઉમેદવારો માટે : શૂન્ય
2. જનરલ/OBC/EWS ઉમેદવાર : 750 રૂપિયા

SBI Clerk Recruitment 2020: ઉંમર મર્યાદા (01.01.2020)

એસબીઆઈના આ પદો પર 20 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવાર અરજી નહીં કરી શકે. આ પદોની મહત્તમ ઉંમર મર્યાદા 28 વર્ષ છે. એટલે કે ઉમેદવારનો જન્મ 02.01.1992થી પહેલા અને 01.01.2000 બાદનો જન્મ ન હોવો જોઈએ.

SBI Clerk Recruitment 2020: શૈક્ષણિક લાયકાત (01.01.2020 સુધી)

ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થાન કે યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરનારા ઉમેદવાર આ પદો પર અરજી કરી શકે છે. જે ઉમેદવારોની પાસે IDD (ઈન્ટિગ્રેટેડ ડ્યૂઅલ ડિગ્રી) સર્ટિફિકેટ છે, તે એ સુનિશ્ચિત કરે કે IDD પાસ કરવાની તારીખ 01.01.2020 પહેલાની હોય.

SBI Clerk Recruitment 2020: પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી બે ઑનલાઇન લેખિત પરીક્ષા (પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા)ના આધારે થશે અને ત્યારબાદ જે ભાષાની ચૂંટણી ઉમેદવારે કરી છે, તે ભાષામાં અભ્યર્થીની પકડ કેટલી મજબૂત છે, તેનો પણ ટેસ્ટ લેવામાં આવશે.

SBI Clerk 2020: આવી રીતે કરો અરજી

અરજી કરવા માટે ઉમેદવારોને સૌથી પહેલા એસબીઆઈની ઑફિશિયલ વૅબસાઇટ https://bank.sbi/careers या https://www.sbi.co.in/careers પર જઈને ખુદને રજિસ્ટર કરાવવી પડશે. ત્યારબાદ તેમને એપ્લિકેશન ફી ભરવી પડશે. નોંધનીય છે કે, જ્યાં સુધી એપ્લિકેશન ફી નથી ભરાતી, અરજીની પ્રક્રિયા પૂરી નહીં માનવામાં આવે. ઉમેદવાર પોતાની ફી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા કરી શકે છે.

આ પણ વાંચો, Job Alert: ગ્રેજ્યુએટ માટે DGVCLમાં વેકન્સી, 55 હજારથી વધુ મળશે પગાર
First published: January 3, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading