Sarkari Naukri: ઈસરોમાં 10 પાસ માટે JOBનો શાનદાર મોકો, 69000 મળશે સેલરી

News18 Gujarati
Updated: November 11, 2019, 10:18 PM IST
Sarkari Naukri: ઈસરોમાં 10 પાસ માટે JOBનો શાનદાર મોકો, 69000 મળશે સેલરી
પ્રતિકાત્મક તસવીર

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને વિભિન્ન પદો પર વેકન્સી કાઢી છે

  • Share this:
જો તમે ધોરણ 10 પાસ હોય અને સરકારી નોકરી કરવાની ઈચ્છા રાખતા હોય તો તમારા માટે એક સારો મોકો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને વિભિન્ન પદો પર વેકન્સી કાઢી છે. આ અંતર્ગત કારપેન્ટર, કેમિકલ, ઈલેક્ટ્રીશિયનના પદો પર નિયુક્તી કરવામાં આવશે. આ પદો માટે યોગ્ય ઉમેદવાર isro.gov.inના માદ્યથી 29 નવેમ્બર, 2019 સુધી અથવા તે પહેલા સુધીમાં અરજી કરી શકે છે.

ઉમેદવાર ધ્યાન આપો કે, અરજી કરતા પહેલા સારી રીતે તેને વાંચી લો અને પછી  એપ્લાય કરો. તમને જણાવી દઈએ કે, ઉમેદવારોની પસંદગી લિખિત પરીક્ષા અને સાક્ષાતકારના આધાર પર કરવામાં આવશે. જોકે, હાલમાં પરીક્ષાની તારીખોની જાહેરાત નથી થઈ.

શૈક્ષણિક યોગ્યતા - આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવાર 10મું ધોરણ પાસ હોવો જોઈએ. સાથે જ પોસ્ટ અનુસાર, અરજી કરવા માટે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

ઉંમર મર્યાદા - ઉમેદવારની ઊંમર મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જ્યારે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ.

વેકન્સી ડિટેલ્સ - કુલ પદ 90

કારપેન્ટર - 1કેમિકલ - 10
ઈલેક્ટ્રીશિયન - 10
ઈલેક્ટ્રોનિક મિકેનિક - 14
ફિટર - 34
ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક - 2
પંપ ઓપરેટર સ મિકેનિક - 6
પ્રશીતન અને એર કન્ડિસનિંગ - 5
કેમિકલ - 1
ફિટર - 2
બોયલર એટેન્ડન્ટ - 2
ઈલેક્ટ્રોનિક મિકેનિક - 1
યાંત્રિક - 2

અહીં થશે નિયુક્તિ
સિલેક્ટ થનાર ઉમેદવારને પ્રોપેલેન્ટ કોમ્પલેક્સ, રાસયાની સુવિધા, રાયગડ જિલ્લા, મહારાષ્ટ્ર. અને ISTRAC ગ્રાઉન્ડ સ્ટેશન, SDSC બિહાર, શ્રીહરિકોટામાં નિયુક્ત કરવામાં આવશે.

આટલી હશે સેલરી
સિલેક્ટ થનાર ઉમેદવારને 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા વચ્ચે સેલરી આપવામાં આવશે.
First published: November 11, 2019, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading