Sarkari Naukri : સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, 74 હજાર રૂપિયા પગાર, જાણો ડિટેલ

પ્રતીકાત્મક તસવીર

C-DACમાં પ્રોજેક્ટ એન્જિનિયરની 122 વેકન્સી, 7 મે પહેલા કરો અરજી

  • Share this:
    નવી દિલ્હી. કોમ્પ્યૂટર સાયન્સ (Computer Science)માં બીટેક (BTech) અને એમટેક (MTech) કરનારા યુવાઓ માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પૂટિંગ (C-DAC)માં નોકરીઓ છે. સી-ડેક નોઇડામાં પ્રોજેક્ટ એન્જિનિયરની 122 વેકન્સી છે. અભ્યર્થી આ પદ માટે અરજી 7 મે સુધી કરી શકે છે. આ પદ માટે શૈક્ષણિક યોગ્યતા કોમ્પ્યૂટર સાયન્સમાં બીઇ/બીટેક/કોમ્પ્યૂટર સાયન્સમાં એમટેક/એમઇ/એસીએની ફર્સ્ટ ડિવીઝન પાસ ડિગ્રી માંગવામાં આવી છે. સાથોસાથ પાંચથી દસ વર્ષ સુધી કાર્યનો અનુભવ પણ હોવો જોઈએ. નોટિફિકેશન અનુસાર અરજી કરનાર અભ્યર્થીની મહત્તમ ઉંમર 37 વર્ષ હોવી જોઈએ.

    નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સી-ડેકમાં પ્રોજેક્ટ એન્જિનિયરના પદ પર શરૂઆતની નિયુક્તિ બે વર્ષ કે પ્રોજેક્ટ પૂરો થવા સુધી છે. જે પણ પહેલા થઈ જાય. આ નિયુક્તિ કોન્ટ્રાક્ટ આધારિત હશે. જોકે પ્રોજેક્ટની માંગ અને પર્ફોમન્સના આધાર પર કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે વધારી શકાય છે. જોકે સી-ડેક નોઇડા કોન્ટ્રાક્ટની અવધિને વધારી કે વચમાં પણ સમાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે. કોઈ કારણ વગર પણ 30 દિવસનો નોટિસ પીરિયડ આપીને કોન્ટ્રાક્ટ ખતમ કરી શકાય છે.

    આ પણ વાંચો, ફરીથી ન કરાવો RT-PCR ટેસ્ટ, જાણો કોરોના તપાસ પર ICMRની નવી એડવાઇઝરી

    સી-ડેકમાં પ્રોજેક્ટ એન્જિનિયર પદ પર સેલરી 56475/- થી 74300/- દર મહિને

    નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો

    આવી રીતે કરો અરજી

    >> સૌથી પહેલા સી-ડેકની વેબસાઇટ cdac.in પર જાઓ
    >> અરજી ફોર્મ ભરતા પહેલા સામાન્ય નિયમ અને શરતોને ધ્યાનથી વાંચો
    >> ત્યારબાદ વેકન્સીની નોટિસની સામે આપેલા એપ્લાય બટન પર ક્લિક કરો
    >> અરજી ફોર્મમાં જાણકારીઓ ભરો
    >> હવે સબમિટ બટન દબાવો
    >> પોતાનો પાસપોર્ટ ફોટો અપલોડ કરો
    >> હવે એક યૂનિક એપ્લીકેશન નંબર જનરેટ થશે, તેને ભવિષ્ય માટે નોટ કરી લો
    >> ભરાયેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને તેને સી-ડેકને મોકલી દો.

    આ પણ વાંચો, DSSC Recruitment 2021: ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલજમાં નોકરીઓ, ધોરણ-10 પાસ માટે પણ છે તક

    અરજી ફોર્મની હાર્ડ કોપી મોકલવાનું સરનામું- ગ્રુપ-કોઓર્ડિનેટર (એચઆર), સી-ડેક, અનુસંધાન ભવન, C-56/1, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, સેક્ટર-62, નોઇડા-201309 (ઉત્તર પ્રદેશ)
    Published by:Mrunal Bhojak
    First published: