Sarkari Naukri 2021: આ બેંકમાં છે નોકરીની તક, 10 પાસ ઉમેદવારો માટે પણ છે ભરતી

પ્રતીકાત્મક તસવીર

Sarkari Naukri 2021: યવતમાલ જિલ્લા સહકારી બેંક (Yavatmal District Central Cooperative Bank)માં અનેક પદો પર નોકરી નીકળી છે્. આ પદ માટે ઉમેદવારો વેબસાઇટના માધ્યમથી અપ્લાય કરી શકે છે.

  • Share this:
    Sarkari Naukri 2021 : યવતમાળ જિલ્લા કેન્દ્રીય સહકારી બેંક (Yavatmal District Central Cooperative Bank)માં જુનિયર ક્લાર્ક સહિત અનેક પદ પર નોકરની ભરતી બહાર પડી છે. ઉમેદવારો આ ભરતીમાં વેબસાઇટના માધ્યમથી આવેદન કરી શકે છે. કુલ 42 પદો પર નોકરીની તક બહાર પડી છે. બેંકની વેબસાઇટ ydccbank.orgના માધ્યમથી અહીંયા અરજી કરી શકાશે. આજકાલ જ્યારે નોકરીઓની તંગી છે ત્યારે દૂર દરાજ વિસ્તારોની નોકરીની તકોને આ માધ્યમથી રજૂ કરી ઉમેદવારોને વધુમાં વધુ તક સુધી લઈ જવાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે બેંકમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ બેંક નોકરીની તક આપી રહી છે.

    બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ 42 પૈકીની સૌથી વધુ ભરતી જુનિયર ક્લાર્કના પદ માટે થવાની છે. જુનિયર ક્લાર્ક માટે કુલ 31 જગ્યા ખાલી છે જ્યારે આસિસ્ટન્ટ માટે 11 જગ્યા ખાલી છે. આ પદો પર નોકરી મેળવવા માટે શૈક્ષણિક યોગ્યતા પણ બહાર પાડવમાં આવી છે.

    શૈક્ષણિક યોગ્યતા

    જુનિયર ક્લાર્કના પદ માટે એપ્લિકેશન કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હોવી આવશ્યક છે. જ્યારે આસિસ્ટન્ટના પદ માટે ઉમેદવારોનું ધોરણ 10 પાસ હોવું અનિવાર્ય છે.

    ઉંમર મર્યાદા

    આ પદો પર એપ્લિકેશન કરવા માટે ઉંમર મર્યાદા વધુમાં વધુ 43 વર્ષ હોવી અનિવાર્ય છે. ઉમેદવાર આ ભરતીના સંબંધમાં વધુ જાણકારી નોટિફિકેશન દ્વારા વાંચી શકે છે. વેબસાઇટ પર નોકરીને લગતી માહિતી પુરી પાડવામાં આવી છે.

    પસંદગી પ્રક્રિયા

    આ તમામ પદો પર લેખિત પરીક્ષાના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. નોકલી માટે ઓનલાઇન એપ્લિકેશન 6 જુલાઈ 2021થી શરૂ થશે અને 18મી જુલાઈ 2021 સુધી ઑનલાઇન એપ્લિકેશન કરી શકાશે. પરીક્ષા શુલ્ક જમા કરાવવાની અંતિમ તારીખ 20મી જુલાઈ 2021 છે જ્યારે બેંકની નોકરીની આ ભરતી માટેની તમામ સત્તાવાર માહિતી ydccbank.org બેંક પરથી મળશે.

    ઉમેદવારો આ લીંક પર ક્લિક કરીને નોટિફિકેશન જોઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published: