આ કંપનીમાં થશે 1200 એન્જિનિયરોની ભરતી, જાણો શું છે પ્રક્રિયા

આ કંપનીમાં થશે 1200 એન્જિનિયરોની ભરતી, જાણો શું છે પ્રક્રિયા
આ કંપની હરિફાઇની સિઝનમાં 1200થી વધુ ભારતીય એન્જિનિયરોને નોકરી આપવા જઈ રહી છે.

આ કંપની હરિફાઇની સિઝનમાં 1200થી વધુ ભારતીય એન્જિનિયરોને નોકરી આપવા જઈ રહી છે.

 • Share this:
  એક તરફ આઇટી ક્ષેત્રના કર્મચારીઓ નોકરી જવાનો ડર સતાવે છે. બીજી તરફ મોબાઇલ હેન્ડ સેટ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ બનાવતી દક્ષિણ કોરિયન કંપની સેમસંગ 1200 થી વધુ પોસ્ટ્સ માટે ભારતીય એન્જિનિયરોની ભરતી કરવા જઈ રહી છે. કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેમસંગ કંપની આઈઆઈટી અને ભારતની અન્ય ટોચની એન્જિનિયરિંગ કોલેજોના 1,200 થી વધુ એન્જિનિયરોને રાખવાની યોજના બનાવી રહી છે. આ સંસ્થાઓમાંથી કોલેજ પ્લેસમેન્ટ દ્વારા સેમસંગ પોતાના માટે એન્જિનિયરો પસંદ કરશે.

  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સંસ્થાઓમાંથી પસંદ થયેલા એન્જિનિયરો ભવિષ્યની ટેકનીકી અને ડોમેન પર કામ કરશે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇમેજ પ્રોસેસીંગ, મિડલવેર ડેવલપમેન્ટ, ક્લાઉડ, નેટવર્ક, વૉઇસ ટેક્નોલોજી, વીએલએસઆઇ અને યુઆઈ / યુએક્સ વગેરેનો સમાવેશ થાય છે.  આ પણ વાંચો: જો ટોલ પ્લાઝા પર Fastag સ્કેનર ખરાબ થયું, તો કેવી રીતે કપાશે ટોલ, જાણો  1 ડિસેમ્બરથી, બેંગ્લુરુ, નોયડા અને દિલ્હીમાં સેમસંગના ત્રણ આર એન્ડ ડી કેન્દ્રો દિલ્હી, કાનપુર, મુંબઇ, મદ્રાસ, ગુવાહાટી, ખડગપુર, બીએચયુ, રુર્કી, પલક્કડ, તિરૂપતિ, ઇન્દોર, ગાંધીનગર, પટણા, ભુવનેશ્વર, મંડી અને જોધપુરમાં આઇઆઇટી કેમ્પસની મુલાકાત લે છે. કરશે. આઈઆઈટી ભિલાઈનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  સેમસંગની આ યોજના કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ગણિત અને કમ્પ્યુટિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓને લેવામાં આવશે જેથી વધુ અને વધુ નવા આઇડિયા પર કામ થઈ શકે.

  સેમસંગ ઇન્ડિયાના હ્યુમન રિસર્ચ પ્રમુખ સમીર વાધવાને કહ્યું કે આ વર્ષે અમારી 1200થી વધુ એન્જિનિયરોને નોકરી આપવાની યોજના છે.

  આઈઆઈટી ઉપરાંત સેમસંગ કંપની અન્ય ટોપ એન્જિનિયરિંગ કૉલેજ, જેમ કે બીઆઈટીએસ પિલાની, આઈઆઈઆઈટી, એનઆઈટી, દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી, મનિપાલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી અને આઈઆઈએસસી બેંગ્લરુમાંથી હાયરિંગ કરશે.

  વર્ષ 2017માં સેમસંગે કહ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં તે 2,500 એન્જિનિયરોની ભરતી કરશે. વર્ષ 2017-18માં, તેણે 1,000 એન્જિનિયરોની ભરતી કરી. આ વર્ષે કંપની 1,200 એન્જિનિયરોને નોકરી આપશે.
  Published by:Bhoomi Koyani
  First published:November 29, 2019, 09:36 am

  ટૉપ ન્યૂઝ