ધોરણ-10 પાસ માટે SAILમાં નોકરી કરવાની સુવર્ણ તક, આટલો મળશે પગાર

News18 Gujarati
Updated: November 4, 2019, 7:52 AM IST
ધોરણ-10 પાસ માટે SAILમાં નોકરી કરવાની સુવર્ણ તક, આટલો મળશે પગાર
સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, 15 નવેમ્બર પહેલાં કરો ઓનલાઇન અરજી

સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, 15 નવેમ્બર પહેલાં કરો ઓનલાઇન અરજી

  • Share this:
SAIL recruitment 2019: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો પરંતુ વધુ ભણ્યા નથી તો બિલકુલ ઉદાસ ન થાઓ કારણ કે સ્ટીલ ઑથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (Steel Authority of India Limited)એ ધોરણ-10 પાસ યુવાઓ માટે નોકરીઓ બહાર પાડી છે. તેમાં SAIL પોતાની જ ઑફિશિયલ વૅબસાઇટ sail.co.in દ્વારા કુલ 296 વિભિન્ન પદો પર નિયુક્તિ માટે અરજી આમંત્રિત કરી રહ્યું છે.

ઈચ્છુક અને યોગ્ય ઑફિશિયલ વૅબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. આ પદો પર અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જોકે, ઉમેદવાર ફીની ચૂકવણી 16 નવેમ્બર 2019 સુધી કરી શકે છે.

આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઑનલાઇન પરીક્ષાના માધ્યમથી થશે. પરીક્ષાની તારીખ હજુ જાહેર નથી થઈ. ઑનલાઇન પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ, ફિઝિકલ એબિલિટી ટેસ્ટ (PAT) અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં સામેલ થવા માટે જાણ કરવામાં આવશે. સ્કિલ, પીએટી અને ડ્રાઇવિંગ ટેસ્ટ બાદ જ ફાઇનલ સિલેક્શન થશે.

કયા પદો માટે કરવામાં આવશે ભરતી?

કુલ પદ- 296
ઑપરેટર કમ ટેકનીશિયન (ટ્રેઇની) - 123 પદઅટેન્ડન્ટ કમ ટેકનીશિયન - 53 પદ
માઇનિંગ ફોરમેન - 12 પદ
માઇનિંગ મેટ - 30 પદ
સરવેયર - 4 પદ
જૂનિયર સ્ટાફ નર્સ - 21 પદ
ફાર્મેસિસ્ટ - 7 પદ
સબ-ફાયર સ્ટેશન ઑફિસર- 8 પદ
ફાયરમેન કમ ફાયર એન્જિનિયર ડ્રાઇવર - 36 પદ

શૈક્ષણિક યોગ્યતા (Educational Qualification)

ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ધોરણ-10 પાસ હોય અને સાથોસાથ ઉમેદવારની પાસે સંબંધિત ક્ષેત્રમાં આઈટીઆઈ (ITI) સર્ટિફિકેટ હોય.

આવી રીતે કરો અરજી

- ઑફિશિયલ વેબસાઇટ sail.co.in પર વિઝિટ કરો
- હોમ પેજ પર ‘career’ પર ક્લિક કરો
- નવા પેજમાં ‘job openings’ પર ક્લિક કરો
- next to Bhilai Steel Plant, SAIL OCT, ACT… લિંકમાં 'apply’ પર ક્લિક કરો
- વિગતો ભરી ફોટો અપલોડ કરો
- ફીની ચૂકવણી કરો

અરજી માટેની ફી

અટેન્ડન્ટ કમ ટેકનીશિયન, ફાયરમેન કમ ફાયર એન્જિનિયર ડ્રાઇવર અને માઇનિંગ મેટના પદો માટે એપ્લિકેશન ફી 150 રૂપિયા છે. આ ઉપરાંત બાકી તમામ પદો માટે ફી 250 રૂપિયા છે.

પગાર ધોરણ (Salary Structure)

એવા ઉમેદવારો જેમને ઑપરેટર કમ ટેકનીશિયન (ટ્રેઇની), જૂનિયર સ્ટાફ નર્સ, ફાર્મેસિસ્ટ અને સબ-ફાયર સ્ટેશન ઑફિસરના પદો માટે નિયુક્ત કરવામાં આવશે તેમને પહેલા વર્ષે 10,700 અને બીજા વર્ષથી 12,200 રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવશે. જ્યારે અટેન્ડન્ટ કમ ટેક્નીશિયન અને ફાયરમેન કમ ફાયર એન્જિનિયર ડ્રાઇવરના પદો પર નિયુક્ત થનારા ઉમેદવારોને પહેલા વર્ષે 8600 અને બીજા વર્ષથી 10,000 રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવશે.

આ પણ વાંચો,

IOCLમાં ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ 380 પદો પર ભરતી, 22 નવેમ્બર પહેલા કરો અરજી
ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, આવી રીતે કરો અરજી
First published: November 4, 2019, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading