Job Alert: રેલવેમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

News18 Gujarati
Updated: January 26, 2020, 3:47 PM IST
Job Alert: રેલવેમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી
રેલ કોચ ફેક્ટરીમાં 400 પદો માટે થઈ રહી છે ભરતી, 6 ફેબ્રઆરી પહેલા કરો અરજી

રેલ કોચ ફેક્ટરીમાં 400 પદો માટે થઈ રહી છે ભરતી, 6 ફેબ્રઆરી પહેલા કરો અરજી

  • Share this:
RRB Recruitment 2020: રેલ મંત્રાલયની રેલ કોચ ફેક્ટરી (Rail Coach Factory)માં 400 પદો પર ભરતી થવાની છે. આ પદો પર અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2020 છે. આ પદો પર અરજી કરનારા ઉમેદવારો ધોરણ-10 પાસ હોવા જરૂરી છે. સાથોસાથ ઉમેદવારની પાસે આઈટીઆઈ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. રેલ કોચ ફેક્ટરી ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ, પેઇન્ટર, કાર્પેન્ટર, મિકેનિક, ઇલેક્ટ્રીશીયન, ઇલેક્ટ્રોનિક મિકેનિક અને એસી એન્ડ રેફ્રિજરેટર મિકેનિકના પદો પર ભરતી કરશે. જો તમે આ પદો પર અરજી કરવા માંગો છો તો નીચે આપવામાં આવેલી જાણકારીને ધ્યાનથી વાંચ્યા બાદ અરજી કરો.

RRB Recruitment 2020: ભરતી સાથે જોડાયેલી અન્ય જાણકારી

પદનું નામ : ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ, પેઇન્ટર, કાર્પેન્ટર, મિકેનિક, ઇલેક્ટ્રીશીયન, ઇલેક્ટ્રોનિક મિકેનિક અને એસી એન્ડ રેફ્રિજરેટર

કુલ પદોની સંખ્યા : 400 પદ

યોગ્યતા : આ પદો પર ધોરણ-10 પાસ અરજી કરી શકે છે. ઉમેદવારની પાસે સંબંધિત ટ્રેડમાં NCVTનું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ.

ઉંમર મર્યાદા : ઉમેદવારની લઘુત્તમ ઉંમર 15 વર્ષ હોવી જોઈએ. બીજી તરફ ઉમેદવારની ઉંમર 24 વર્ષનું હોવું જોઈએ. ઉંમરની ગણતરી 08.01.2020ના હિસાબથી કરવામાં આવશે.અરજી કરવા માટેની ફી : 100 રૂપિયા

આ આધારે થશે પસંદગી : ઉમેદવારોની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા નહીં લેવાય. ઉમેદવારોની પસંદગી મેરિટ યાદીના આધારે કરવામાં આવશે. આ મેરિટ યાદી ધોરણ-10 અને આઈટીઆઈમાં મેળવેલા માર્કના આધારે તૈયાર કરવામાં આવશે.

આવી રીતે કરો અરજી

- ઈચ્છુક અને યોગ્‍ય ઉમેદવાર વેબસાઇટ rcf.indianrailways.gov.in પર જાઓ
- વેબસાઇટ પર જઈને લૉગ ઇન કરો
- હવે માંગવામાં આવેલી જાણકારી સબમિટ કરો
- ફોટો અને સાઇન અપલોડ કરો
- અરજી ફી જમા કરો
- તમામ પ્રક્રિયાઓને પૂરી કર્યા બાદ અરજી પત્રની પ્રિન્ટ લો

આ પણ વાંચો, SBI Jobs: સ્ટેટ બેંકમાં ક્લર્ક કેડરમાં ભરતી, 12 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
First published: January 26, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading