RRB NTPC Result 2021: 1 કરોડ ઉમેદવારોની રાહનો અંત, આરઆરબી એનટીપીસીના પરિણામો જાહેર, અહીં તપાસો
RRB NTPC Result 2021: 1 કરોડ ઉમેદવારોની રાહનો અંત, આરઆરબી એનટીપીસીના પરિણામો જાહેર, અહીં તપાસો
RRB NTPC Result 2021: રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board) દ્વારા લેવામાં આવતી આરઆરબી એનટીપીસી સીબીટી 1 2021 (RRB NTPC CBT 1 2021)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrbmumbai.gov.in, rrbcdg.gov.in પર તેમના પરિણામો તપાસી શકે છે.

નવી દિલ્હી. RRB NTPC Result 2021: રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board) દ્વારા લેવામાં આવતી આરઆરબી એનટીપીસી સીબીટી 1 2021 (RRB NTPC CBT 1 2021)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrbmumbai.gov.in, rrbcdg.gov.in પર તેમના પરિણામો તપાસી શકે છે. ભારતીય રેલવે (indian railway)ના ભરતી બોર્ડે ડિસેમ્બર 2020થી જુલાઈ 2021 સુધી વિવિધ મહિનામાં આ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું.
જણાવી દઈએ કે 1 કરોડથી વધુ ઉમેદવારો આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. જે ઉમેદવારોએ સીબીટી-1ની પરીક્ષા પાસ કરી છે તેઓ સીબીટી 2ની પરીક્ષા આપવા માટે લાયક રહેશે. સીબીટી-2ની પરીક્ષા 14થી 18 ફેબ્રુઆરી, 2022 વચ્ચે યોજાવાની છે.
ઉમેદવારોની માહિતી માટે જણાવી દઈએ કે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની કુલ સંખ્યા પછીથી ગણવામાં આવશે. ઉમેદવારોની યાદી ઉપરાંત આરઆરબીએ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે કટ ઓફ પણ જારી કર્યા છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 32,000થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.
અત્યાર સુધી આરઆરબી સિલિગુડી, અજમેર, કોલકાતા, ગુવાહાટી, બેંગલુરુ, કોલકાતા, મુઝફ્ફરપુર, બિલાસપુર, સિકંદરાબાદ અને આરઆરબી પટનાએ આ યાદી જાહેર કરી છે. વિસ્તારવાર આરઆરબી એનટીપીસી પરિણામ 2021 અહીં જુઓ.
-આરઆરબી એનટીપીસીની rrbcdg.gov.in સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- અહીં RRB NTPC CBT 1 Result 2021ની લિંક પર અહીં ક્લિક કરો.
-નવું પાનું ખુલશે. જરૂરી વિગતો અહીં દાખલ કરો.
-તમારું RRB NTPC CBT 1 Result 2021 સ્ક્રીન પર દેખાશે.
-RRB NTPC CBT 1 Result 2021 તપાસો અને તેને સેવ કરો.