સરકારી નોકરી : ધોરણ-10 પાસ માટે રેલવેમાં ભરતી, આવી રીતે કરો અરજી

News18 Gujarati
Updated: November 12, 2019, 10:13 AM IST
સરકારી નોકરી : ધોરણ-10 પાસ માટે રેલવેમાં ભરતી, આવી રીતે કરો અરજી
8 ડિસેમ્બર પહેલા ઓનલાઇન અરજી કરો, પરીક્ષાના માધ્યમથી 4,103 પદો પર થશે ભરતી

8 ડિસેમ્બર પહેલા ઓનલાઇન અરજી કરો, પરીક્ષાના માધ્યમથી 4,103 પદો પર થશે ભરતી

  • Share this:
Railways Recruitment 2019: જો તમે લાંબા સમયથી સરકારી નોકરીનો શોધમાં છો અને હજુ સુધી આપને નોકરી નથી મળી તો આપના માટે આ સમાચાર ખૂબ જ જરૂરી છે. મૂળે, દક્ષિણ મધ્ય રેલવે (SCR)એ એપ્રેન્ટિસના પદો પર વેકન્સી જાહેર કરી છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ ધોરણ-10 પાસ હોવું જરૂરી છે. બીજી તરફ, આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 8 ડિસેમ્બર છે. આ ઉપરાંત, ભરતી પરીક્ષાના માધ્યમથી કુલ 4,103 પદો ભરવામાં આવશે.

ઉંમર મર્યાદા : આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ. બીજી તરફ, વધુમાં વધુ ઉંમર 24 વર્ષ છે. સાથોસાથ એસસી અને એસટી ઉમેદવારો માટે ઉપરની ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.

અરજી કરવા માટે આ છે ફી : આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારને 100 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે.

Railways recruitment 2019: આવી રીતે અરજી કરો

- ઓફિશિયલ વેબસાઇટ scr. indianrailways.gov.in પર જાઓ- apprentice 2019 ટૅબ પર ક્લિક કરો
- હવે આપની સામે એક નવું પેજ ખુલશે
- અહીં સમગ્ર વિગતો ભરો અને પછી રજિસ્ટ્રેશન કરો
- હવે ફોર્મ ભરો અને ઇમેજ અપલોડ કરો
- ફીની ચૂકવણી કરો અને પ્રિન્ટ આઉટ રાખી લો

આ પણ વાંચો,

ધોરણ-12 પાસ માટે બમ્પર નોકરીઓ, અહીં જાણો તમામ વિગત
ધોરણ-10 પાસ માટે SAILમાં નોકરી કરવાની સુવર્ણ તક, આટલો મળશે પગાર
First published: November 12, 2019, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading