Railway Jobs: ધોરણ-10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની આજે છેલ્લી તક

News18 Gujarati
Updated: November 15, 2019, 12:24 PM IST
Railway Jobs: ધોરણ-10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની આજે છેલ્લી તક
પ્રતીકાત્મક તસવીર

રેલ વ્હીલ ફેક્ટરીની ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે 15 નવેમ્બર છેલ્લી તારીખ

  • Share this:
Government Jobs 2019: જો તમે લાંબા સમયથી સરકારી નોકરીની શોધમાં છો તો આપના માટે આ સમાચાર ખૂબ જ જરૂરી છે. મૂળે, રેલ વ્હીલ ફેક્ટરી (RWF)એ વિભિન્ન પદો પર વેકન્સી બહાર પાડી છે. તેમાં ફિટર, એન્જિનિયર, મિકેનિક, ટર્નર, ઇલેક્ટ્રીશિયન સહિત અન્ય પદો પર વેકન્સી બહાર પાડી છે. તેમાં જે પણ ઉમેદવાર આ પોસ્ટ પર અરજી કરવા માંગે છે તેઓ ઑફિશિયલ વેબસાઇટ https://rwf.indianrailways.gov.in/ પર સારી રીતે નોટિફિકેશન વાંચ્યા બાદ અરજી કરી દે, કારણ કે આ પોસ્ટ પર અરજી કરવાની આજે એટલે કે 15 નવેમ્બર છેલ્લી તારીખ છે. તેથી પ્રયાસ કરો કે ફટાફટ અરજી કરી દો. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી 55 ટકાની સાથે ધોરણ-10 પાસ કરેલું હોવું જોઈએ.

અરજી કરવા કેટલી ફી ચૂકવવી પડશે?


જનરલ, ઓબીસી ઉમેદવારો માટે 100 રૂપિયા અને એસસી, એસટી, શારીરિક રીતે વિકલાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નહીં આપવી પડે.

કયા પદો પર ભરતી કરવામાં આવશે?

Loading...

ફિટર-85
એન્જિનિયર-31
મિકેનિક-08
ટર્નર-05
સહ-સંચાલક- 23
ઇલેક્ટ્રિશિયન-18
ઇલેક્ટ્રોનિક મિકેનિક-22

ઉંમર મર્યાદા (Age Limit)

આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ નિયત કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો,

બનાસકાંઠા જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી
CISFમાં 1314 સબ-ઇન્સ્પેક્ટરનો ભરતી, 9 ડિસેમ્બર પહેલાં અરજી કરો
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...