Government Jobs: ધોરણ-10 પાસ માટે ભારત સરકારે બહાર પાડી 6060 પદો પર ભરતી, આવી રીતે થશે પસંદગી

News18 Gujarati
Updated: January 16, 2020, 8:02 AM IST
Government Jobs: ધોરણ-10 પાસ માટે ભારત સરકારે બહાર પાડી 6060 પદો પર ભરતી, આવી રીતે થશે પસંદગી
OFB Recruitment 2020: સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો 9 ફેબ્રુઆરી પહેલા કરો ઑનલાઇન અરજી

OFB Recruitment 2020: સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો 9 ફેબ્રુઆરી પહેલા કરો ઑનલાઇન અરજી

  • Share this:
OFB Recruitment 2020: ઑર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ (Ordnance Factory Board)એ ધોરણ-10 પાસ ઉમેદવારો માટે 6060 પદો પર અપ્રેન્ટિસ માટે અરજી મંગાવી છે. તેમાં 3847 આઈટીઆઈ અને 2219 પદ નૉન આઈટીઆઈના છે. ઈચ્છુક ઉમેદવાર આ પદો માટે 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2020 સુધીમાં અરજી કરી શકે છે. આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોની નિયુક્તિ મધ્ય પ્રદેશ, ચંદીગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવશે.

પદોની વિગત

કુલ પદ - 6060

આઈટીઆઈ- 3847
નૉન આઈટીઆઈ- 2219

શૈક્ષણિક યોગ્યતા (Educational Qualification)- ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સ્કૂલ શિક્ષા બોર્ડથી ધોરણ-10ની પરીક્ષા પાસ હોવી જરૂરી છે. ઉમેદવારની પાસે નેશનલ કાઉન્સિલ ઑફ વોકેશનલ ટ્રેનિંગથી નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કે નેશનલ અપ્રેન્ટિસ સર્ટિફિકેઠ (NAC) હોવું જોઈએ.
- નૉન આઈટીઆઈ ઉમેદવારને ધોરણ-10 પાસ હોવું જરૂરી છે. સાથોસાથ તેમાં 50 ટકા માર્ક હોવા જોઈએ. ગણિત અને વિજ્ઞાનમાં 40 ટકા માર્ક હોવા જરૂરી છે.

ઉંમર મર્યાદા

ઉમેદવારની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ. ઉંમર મર્યાદાની ગણતરી 9 ફેબ્રુઆરી 2020ના હિસાબથી થશે.

પસંદગી પ્રક્રિયા

આ પદો માટે ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે થશે. આઈટીઆઈ અને નૉન આઈટીઆઈ બંને માટે અલગ-અલગ મેરિટ યાદી બનશે.

અરજી કરવાની વિગત ક્યાંથી મળશે?

વધુ જાણકારી માટે ઉમેદવાર આ ofb.gov.in/ પર જઈને આગળની કાર્યવાહી હાથ ધરી શકે છે.

આ પણ વાંચો, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરીની તક, 2 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
First published: January 16, 2020, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading