Home /News /jobs /MBBS in Hindi: ભારતમાં સૌ પ્રથમ પહેલ કરનારી ગુજરાતની આ યુનિવર્સિટી, કે જ્યાં MBBSનો અભ્યાસ થશે હિન્દીમાં

MBBS in Hindi: ભારતમાં સૌ પ્રથમ પહેલ કરનારી ગુજરાતની આ યુનિવર્સિટી, કે જ્યાં MBBSનો અભ્યાસ થશે હિન્દીમાં

અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ હિન્દીમાં શરૂ

MBBS in Hindi: અમિત શાહે કહ્યું કે, NEP એ માતૃભાષાને પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે જ્યારે વિદ્યાર્થી તેની માતૃભાષામાં વિચારે છે, ત્યારે તે વધુ સારી રીતે સમજી શકે છે અને સંશોધન કરી શકે છે. આથી અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટી MBBS નો અભ્યાસ હિન્દીમાં કરાવશે.

વધુ જુઓ ...
  MBBS in Hindi: ભારતમાં પહેલીવાર MBBSનો અભ્યાસ હિન્દીમાં શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, આ વર્ષે 16 ઓક્ટોબરથી છત્તીસગઢના બિલાસપુરમાં અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટી MBBSનો અભ્યાસ હિન્દીમાં શરૂ કરશે. તેમણે માતૃભાષામાં તકનીકી અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 નો પણ ઉલ્લેખ કર્યો હતો.

  આ પણ વાંચો:  સુરતમાં ‘હિન્દી દિવસ’ની ઉજવણી, દેશના યુવાનોને માતૃભાષાનો સ્વીકાર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અનુરોધ

  ગાંધીનગરના લેકાવાડા ખાતે મંગળવારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના નવા કેમ્પસના શિલાન્યાસ સમારોહમાં અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે, “NEP એ માતૃભાષાને પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે જ્યારે વિદ્યાર્થી તેની માતૃભાષામાં વિચારે છે, ત્યારે તેને વધુ સારી સમજણ અને નવું સંશોધન પ્રાપ્ત થાય છે. કેટલાકને આ વિચિત્ર લાગી શકે છે, પરંતુ હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે જ્યારે વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં વિચારે છે, વાત કરે છે અને અભ્યાસ કરે છે, ત્યારે તેઓ ગોખવા કરતાં વધુ સારું સંશોધન કરી શકે છે. આ જ કારણ છે કે, 16 ઓક્ટોબરથી અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટી (Atal Bihari Vajpayee Vishwavidyalaya) MBBS કોર્સના આખા પ્રથમ સેમેસ્ટરને હિન્દીમાં ભણાવશે.

  NEP ના ફાયદા ગણાવતા શાહે કહ્યું કે, "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માત્ર એક પુસ્તક નથી, પરંતુ એક પુસ્તકાલય છે... ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે. મોદીજીએ ટેક્નોલોજી દ્વારા લોકોના જીવનધોરણને સુધારવા માટે પહેલ કરી છે. ભારતીય અર્થવ્યવસ્થા વિશે વાત કરતા શાહે કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11મા નંબર પર હતી, જ્યારે હવે તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

  આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતના યુવાનોને એન્જિનિયરિંગ કે મેડિસિન અભ્યાસ માટે અન્ય રાજ્યોમાં વધુ ફી ચૂકવીને જવું પડતું હતું. આથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિસ્થિતિ બદલી નાખી અને હવે રાજ્યમાં 102 યુનિવર્સિટીઓ કાર્યરત છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Hindi, Mbbs, શિક્ષણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन