બેરોજગારી રેકૉર્ડ સ્તર પર પહોંચી હોવા છતાં આ ક્ષેત્રમાં નોકરીની સારી તકો

News18 Gujarati
Updated: November 2, 2019, 12:54 PM IST
બેરોજગારી રેકૉર્ડ સ્તર પર પહોંચી હોવા છતાં આ ક્ષેત્રમાં નોકરીની સારી તકો
પ્રતિકાત્મક તસવીર

બેરોજગારીના (unemployment) તાજેતરના આંકડા ચિંતાજનક છે. પરંતુ અમુક ક્ષેત્ર એવા છે જ્યાં રોજગારી (Employment)ની સારી તકો રહેલી છે.

  • Share this:
ભારતમાં બેરોજગારીના તાજેતરના આંકડા ડરાવનારા છે. ઓક્ટોબરમાં બેરોજગારી દર (Unemployment Rate) 8.5 ટકા થઈ ગયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સર્વોચ્ચ છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનોમીના તાજા આંકડા પ્રમાણે બેરોજગારીનો દર ઓગસ્ટ 2016 પછી ટોંચ પર છે. સપ્ટેમ્બરની સરખામણીમાં આ દર 7.2 ટકા વધારે છે. નવા આંકડામાં માલુમ પડ્યું છે કે ભારતમાં બેરોજગારોની ફોજ ઉભી થઈ રહી છે. બેરોજગારીના સમાચાર વચ્ચે દેશમાં અમુક ક્ષેત્રમાં નોકરી વધી છે. જેમાં સર્વિસ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.

ભારત સરકારે આ અંગે પગલાં ભર્યાં છે. માંગમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બેરોજગારીના તાજા આંકડાથી માલુમ પડે છે કે આર્થિક મંદીને કારણે સરકારે લીધેલા પગલાં પ્રભાવી નથી થઈ રહ્યા.

બેરોજગારોની ફોજ

JNU (જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી) અને પંજાબ સેન્ટ્રલ યુનિવર્સિટીએ સાથે મળીને બેરોજગારીના દર પર એક અભ્યાસ કર્યો છે. જે પ્રમાણે યુવાઓમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. યુવાઓને નોકરી નથી મળી રહી. 15 થી 29 ઉંમરના લોકો પર નોકરીના અવસર પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. માલુમ પડ્યું કે આ ઉંમરના જૂથમાં 2004-2005ના વર્ષમાં 8.9 મિલિયન એટલે કે 89 લાખ યુવાઓ બેરોજગાર હતા. 2011-12માં તેમની સંખ્યા વધીને 9 મિલિયન એટલે કે 90 લાખ થઈ હતી. 2017-18માં બેરોજગારોની ફોજ અઢી કરોડને પાર થઈ ગઈ છે.

સૌથી ચિંતાનો વિષય એ છે કે યુવાઓમાં એજ્યુકેશનનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ નોકરી નથી મળી રહી. જે પ્રમાણે ભણેલા ગણેલા યુવાનો વધી રહ્યા છે પરંતુ તેમને તેમના ભણતર પ્રમાણેની નોકરી નથી મળી રહી.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે યુવાઓ બેરોજગાર

આ અભ્યાસમાં રાજ્ય પ્રમાણે બેરોજગારોની સંખ્યાની માહિતી આપવામાં આવી છે. બેરોજગારીના મામલે ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 30 લાખ યુવાનો બેરોજગાર છે. આ એવા યુવાનો છે જેમણે સારું શિક્ષણ મેળવ્યું છે. ઉત્તર પ્રદેશ બાદ આંધ્રપ્રદેશ બીજા નંબર પર છે. આંધ્રપ્રદેશમાં 22 લાખ યુવાનો બેરોજગાર છે. આટલી જ સંખ્યામાં તામિલનાડુના યુવાનો બેરોજગાર છે.

મહારાષ્ટ્રમાં 19 લાખ, બિહારમાં 19 લાખ, પશ્ચિમ બંગાળમાં 15 લાખ, મધ્ય પ્રદેશમાં 13 લાખ, કર્ણાટકમાં 12 લાખ, રાજસ્થાનમાં 12 લાખ, ઓડિશામાં 11 લાખ, ગુજરાતમાં 10 લાખ અને કેરળમાં 10 લાખ યુવાનો બેરોજગાર છે. આ અભ્યાસને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એમ્પલૉયમેન્ટ અનએમ્પલૉયમેન્ટ સર્વેના પરિણામના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શ્રમ મંત્રાલય પાસેથી પણ આંકડા મેળવવામાં આવ્યા છે.



સૌથી વધારે કૃષિ ક્ષેત્રમાં બેરોજગારી

અભ્યાસ પ્રમાણે સૌથી વધારે બેરોજગારોની ફોજ કૃષિ ક્ષેત્રમાં છે. 2011-12માં કૃષિ ક્ષેત્ર સાથે 23 કરોડ લોકો જોડાયેલા હતા. 2017-18માં તેમની સંખ્યા ઘટીને 20 કરોડ થઈ ગઈ છે. ખેતી ક્ષેત્રમાં સૌથી વધારે બેરોજગારી ઉભી થઈ છે. અન્ય ક્ષેત્રની હાલત પણ ખરાબ છે. આથી જે લોકો બેરોજગાર થઈ રહ્યા છે તેમને બીજા ક્ષેત્રમાં પણ નોકરી નથી મળી રહી.



સર્વિસ સેક્ટરમાં નોકરીની સંખ્યા વધી

બેરોજગારી વધવાના સમાચાર વચ્ચે અમુક ક્ષેત્રમાં નોકરીની સંખ્યા વધી છે. જેમાં સર્વિસ ક્ષેત્ર સૌથી આગળ છે. 2017-18માં સર્વિસ ક્ષેત્રમાં નોકરી મેળવનાર લોકોની સંખ્યા 12.7 કરોડથી વધીને 14.4 કરોડ થઈ છે. નૉન-મેન્યુફેક્ચરિંગ જેવા કે કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્રમાં પણ નોકરીની સંખ્યા વધી છે. આ ક્ષેત્રોમાં નોકરીની સંખ્યા 5.5 કરોડથી વધીને 5.9 કરોડ થઈ છે.
First published: November 2, 2019, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading