Hindustan Copper Limited Recruitment: હિન્દુસ્તાન કૉપર લિમિટેડે ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર વેકન્સી બહાર પાડી છે. આ વેકન્સી ધોરણ-10 અને આઈઆઈટી પાસ ઉમેદવારો માટે છે. આ ભરતી માટે 120 પદો પર નિયુક્તિઓ કરવામાં આવશે. આ તમામ પદ મલાજખંડ કૉપર પ્રોજેક્ટ માટે ભરવામાં આવશે. આ પદો પર અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવાર 12 માર્ચ 2020 સુધી આ પદો માટે અરજી કરી શકે છે.
પદનું નામ અને સંખ્યા
ઇલેક્ટ્રિશિયન : 20
ઇન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક : 02
મિકેનિક ડીઝલ : 11
વેલ્ડર (જીએન્ડઈ) : 14
ફિટર : 14
ટર્નર : 06
રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક : 02
ડ્રાફ્ટમેન (મિકેનિક) : 03
ડ્રાફ્ટમેન (સિવિલ) : 01
સર્વેયર : 05
કારપેન્ટર : 03
પ્લમ્બર : 02
મેસન : 01
ટેલીકૉમ મિકેનિક : 02
હૉર્ટિકલ્ચર આસિસ્ટન્ટ : 02
શૉર્ટફિલ્ટર/બ્લાસ્ટર (માઇન્સ) : 14
મેટ (માઇન્સ) : 18
કુલ પદ : 120
શૈક્ષણિક યોગ્યતા
ઉમેદવાર ધોરણ-10 કે સમકક્ષ પરીક્ષા પાસ કરી ચૂક્યા હોય સાથોસાથ તેમની પાસે પદથી સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા
ઉમેદવારની મહત્તમ ઉંમર 31 જાન્યુઆરી 2020 સુધીમાં 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મહત્તમ ઉંમર મર્યાદામાં ઓબીસી શ્રેણીના ઉમેદવારોને ત્રણ વર્ષ, એસસી/એસટીને પાંચ વર્ષ અને શારીરિક અશસ્ત્ર શ્રેણીના ઉમેદવારોને દસ વર્ષની છૂટ મળશે.
પસંદગી પ્રક્રિયા
યોગ્ય ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે.
અરજી કરવાનો ચાર્જ
ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે.
કેવી રીતે કરશો અરજી?
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ apprenticeship.gov.in પર જઈને અરજી કરી શકે છે.
આ પણ વાંચો, પાકિસ્તાન અને ચીનની સબમરીનને શોધીને ઉડાવી દેશે આ 'રોમિયો' હેલિકૉપ્ટર