Indian Railwaysમાં મેનેજર કક્ષાના પદો માટે ભરતી, આવી રીતે કરો અરજી

Indian Railwaysમાં મેનેજર કક્ષાના પદો માટે ભરતી, આવી રીતે કરો અરજી
પ્રતીકાત્મક તસવીર

ઉમેદવારો રેલવેની વેબસાઇટ indianrailways.gov.in પર જઈ નવેમ્બરથી ઓનલાઇન અરજી કરી શકે છે

  • Share this:
    અમદાવાદ : સરકારી નોકરી (Government Jobs) શોધી રહેલા ઉમેદાવારો માટે ભારતીય રેલવ (Indian Railways)માં મેનેજર કક્ષાના હોદ્દા પર નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે. ભારતીય રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (Indian Railways recruitment Board)એ એડિશનલ જનરલ મેનેજર (Additional General Manager), જોઇન્ટ જનરલ મેનેજર (Joint General Mananger)ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.

    અલગ-અલગ મેનેજર કક્ષાની નોકરીઓ માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો રેલવેની વેબસાઇટ indianrailways.gov.in પર જઈ નવેમ્બરથી ઓનલાઇન અરજી કરી શકે છે.



    એડિશનલ જનરલ મેનેજર, સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજરની 3 પોસ્ટ તથા એડિશનલ ડેપ્યુટી કમિશ્નર/જોઇન્ટ કલેક્ટરની 2 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારોની નિમણૂક ડેપ્યુટેશનના આધારે થશે, જે માટે 20 વર્ષનો અનુભવ જરૂરી છે.

    વય મર્યાદા: ઉમેદવારોની 55 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.

    અનુભવ : મેનેજર કક્ષાના હોદ્દાઓ પર 20 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    નોકરીનો સમયગાળો : પસંદગી પામેલા ઉમેદવારોને 3થી 5 વર્ષ માટે ડેપ્યુટેશન આધારિત તક આપવામાં આવશે.

    પગાર ધોરણ : પસંદગી પામેલા ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવશે જેનું પે મેટ્રીક્સ લેવલ 11/12 હશે.
    Published by:News18 Gujarati
    First published:October 23, 2019, 09:46 am