Indian Navy 2019: ભારતીય નૌસેનામાં બમ્પર વેકન્સી, ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક

News18 Gujarati
Updated: November 19, 2019, 7:45 AM IST
Indian Navy 2019: ભારતીય નૌસેનામાં બમ્પર વેકન્સી, ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક
400 નાવિક પદો માટે ભરતી પ્રક્રિયા 23 નવેમ્બરથી શરૂ થશે, અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર

400 નાવિક પદો માટે ભરતી પ્રક્રિયા 23 નવેમ્બરથી શરૂ થશે, અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર

  • Share this:
Indian Navy Recruitment 2019: જો તમે ધોરણ-10 પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારી પાસે નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ભારતીય નૌસેના (Indian Navy)એ ધોરણ-10 પાસ ઉમેદવારો માટે નાવિક પદો (Sailor Posts) પર વેકન્સી જાહેર કરી છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને ભારતીય નૌસેનાની ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જવું પડશે.

આ પદો પર અરજીની પ્રક્રિયા 23 નવેમ્બરે શરૂ થશે અને ઉમેદવારો 28 નવેમ્બર 2019 સુધી આ પદો પર અરજી કરી શકશે. ભારતીય નૌસેનાએ તેના દ્વારા કુલ 400 પદો પર અરજી આમંત્રિત કરી છે. આ ભરતી પ્રક્રિયા ઑક્ટોબર 2020 બેચ માટે છે.

Indian Navy Sailor posts: મહત્વપૂર્ણ તારીખ


અરજી ક્યારથી શરૂ : 23 નવેમ્બર 2019
અરજી કરવાની છેલ્લી તારીખ : 28 નવેમ્બર 2019Indian Navy Sailor posts: પદોની વિગત

નાવિક : 400 પદ

Indian Navy Sailor posts: શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર મર્યાદા

માનવ સંસાધન મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાન કે બોર્ડથી મેટ્રિક પરીક્ષા પાસ કરેલી હોય. 1 ઑક્ટોબર 2000થી 30 સપ્ટેમ્બર 2003ની વચ્ચે જન્મેલા ઉમેદવારો આ પદો માટે યોગ્ય માનવામાં આવશે.

Indian Navy Sailor posts: પગાર ધોરણ

ટ્રેનિંગ દરમિયાન ઉમેદવારોને દર મહિને 14,600 રૂપિયા સ્ટાઇપેન પ્રાપ્ત થશે. સફળતાપૂર્વક આ ટ્રનિંગની સમયઅવધિ સમાપ્ત કર્યા બાદ ઉમેદવારોને પે-મેટ્રિક્સ Defence Pay Matrix)ના લેવલ-3 મુજબ 21,700-69,100 રૂપિયા સુધીનો પગાર પ્રાપ્ત થશે. આ ઉપરાંત તેમને 5200 MSPના રૂપમાં મળશે અને DA પણ પ્રાપ્ત થશે.

Indian Navy Sailor posts: પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યૂટર આધારિત પરીક્ષાથી થશે. આ ઉપરાંત તેમને ફિજિકલ ફિટનેસ (PFT) અને મેડિકલ પરીક્ષામાં પણ સામેલ થવું પડશે. ભરતી માટે યોજાનારી પ્રારંભિક મેડિકલ પરીક્ષા માત્ર એ તપાસવા માટે હશે કે ઉમેદવાર પદ માટે ફિટ છે કે નહીં. તેનાથી જોડાયેલી જાણકારી માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકે છે.

આ પણ વાંચો,

IOCLમાં ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ 380 પદો પર ભરતી, 22 નવેમ્બર પહેલા અરજી કરો
CISFમાં 1314 સબ-ઇન્સ્પેક્ટરનો ભરતી, 9 ડિસેમ્બર પહેલાં અરજી કરો
First published: November 19, 2019, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading