Indian Bank Recruitment 2020: જો તમે બેંકમાં નોકરી કરવા માંગો છો તો આપને ઈન્ડિયન બેંક નોકરીની સોનેરી તક આપી રહી છે. અહીં અનેક પદો પર સ્પેશલિસ્ટ ઑફિસરની ભરતી ચાલી રહી છે. સહાયક પ્રબંધક, પ્રબંધક અને વરિષ્ઠ પ્રબંધકના પદ માટે કુલ 138 પદોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઈન્ડિયન બેંક એપ્લિકેશન તેની ઑફિશિયલ વેબસાઇટ www.indianbank.in પર પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તો આ પદો પર 10 ફેબ્રુઆરી 2020 સુધી અરજી કરી શકે છે.
ઉંમર મર્યાદા
તમામ પદો માટે ઉંમર મર્યાદા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે, જેને તમે અહીં જોઈ શકો છો.
- સહાયક પ્રબંધક ક્રેડિટ- 20થી 30 વર્ષ - મેનેજર - 25થી 35 વર્ષ - સીનિયર મેનેજર - 27થી 37 વર્ષ
પસંદગી પ્રક્રિયા
અહીં પ્રબંધકના પદ માટે પસંદગી ઇન્ટરવ્યૂ બાદ અરજીઓનું શૉર્ટલિસ્ટિંગના આધારે કરવામાં આવશે, જ્યારે અન્ય પદો માટે ઑનલાઇન ટેસ્ટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આયોજિત કરવામાં આવશે. આ ચરણોને ક્વોલિફાય કર્યા બાદ જ ઉમેદવારની પસંદગી થશે.
આ તારીખોને યાદ રાખો
ઑનલાઇન અરજી કરવાની શરૂઆત : 22 જાન્યુઆરી 2020 ઑનલાઇન અરજી કરવાનો અંતિમ દિવસ : 10 ફેબ્રુઆરી 2020