Indian Army SSC Recruitment 2021: સેનામાં નોકરીની તક, 56,100 રૂ.સુધી મળશે સ્ટાઇપેન્ડ

Indian Army SSC recruitment 2021: જાણો કોના માટે તક છે, કેવી રીતે એપ્લાય કરશો

Indian Army SSC recruitment 2021: જાણો કોના માટે તક છે, કેવી રીતે એપ્લાય કરશો

  • Share this:
    ભારતીય સેના (Indian Army) દ્વારા અપરિણીતા યુવક અને યુવતીઓ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. સેનાના શોર્ટ સર્વિસ કમિશન (Short Service Commission ) માટે કાયદાના સ્નાતક યુવક-યુવતીઓની ભરતી શરૂ થઈ છે. સેનાની જજ એડવૉકેટ જનરલ બેંચ માટે આ ભરતી શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં 4 જુન સુધી ઉમેદવારી નોંધાવી શકશે. છે.

    પ્રાપ્ત અહેવાલો મુજબ મુંગેરની નિશાનું લગ્ન 8મી મેના રોજ રવીશ સાથે નિર્ધાર્યુ હતું. લગ્નમાં વાજતે ગાજતે જાન આવી અને વર-કન્યાએ પરિવારની વચ્ચે સપ્તપદીના સાત ફેરા ફર્યા. જોકે, વિધિવક્રતા જુઓ કે અચાનક જ કન્યાની તબિયત લથડી અને તેને મુંગેરની નજીક ભાગલપુર સારવાર માટે લઈ જવામાં આવી. જોકે, હાથોની મહેંદીનો રંગ ઉતરે કે મધુરજીવનમાં ડગ માંડે એ પહેલાં જ કન્યાનો જીવ જતો રહ્યો. ત્યારબાદ ઉમેદવારોને પોસ્ટીંગ આપવામાં આવશે. શોર્ટ સર્વિસ કમિશનમાં આ પોસ્ટીંગ પ્રથમ 10 વર્ષ માટે હશે ત્યારબપાદ તે 4 વર્ષ માટે લંબાવી શકાશે.

    આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

    આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

    Indian Army SSC recruitment 2021: યોગ્યતા

    આ ભરતી માટે ઉમેદવાર ત્રણ વર્ષનો એલએલબીનો અભ્યાસક્રમ સમાપ્ત કર્યો હોવો આવશ્યક છે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 55 ટકા ઓછામાં ઓછા એગ્રીગેટેડ માર્ક્સ ધરાવતા ઉમેદવારો ભરીતમાં ભાગ લઈ શકશે. આ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો જે રાજ્યમાં બાર કાઉન્સિલ સાથે વકિલ તરીકે નોંધાયેલા હોવા પણ આવશ્યક છે. 1 જુલાઈ 2021ના રોજ જે ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 21વર્ષ અને વધુમાં વધુ 27 (તેથી વધુ નહીં) હશે તે યોગ્યતા પ્રાપ્ત ઉમેદવાર મનાશે.

    આ પણ વાંચો : મહેસાણા : મોબાઇલની દુકાનમાંથી તસ્કરોએ રૂપિયા 9 લાખનો માલ ચોર્યો, ઘટના CCTVમાં કેદ

    કેવી રીતે એપ્લાય કરશો

    • ઇન્ડિયન આર્મીના પોર્ટલ પર ક્લિક કરો
      હોમપેજ પર જઈને Officer Entry Apply/Login’ પર ક્લિક કરો

    • ત્યારબાદ રજિસ્ટ્રેશન ‘Registration’ પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરો

    • રજિસ્ટ્રેશન સમાપ્ત થાય ત્યારબાદ ‘Apply Online’ લિંક પર ક્લિક કરો

    • આ તમામ પ્રક્રિયા સમાપ્ત થતા એક નવું પેજ ખુલશે જેમા લખ્યું હશે ‘Officers Selection - ‘Eligibility’એમાં જઈને Apply’ પર ક્લિક કરીને પ્રક્રિયા સમાપ્ત કરો

    • એપ્લિકેશન સબમીટ કરી અને કોપીને ડાઉનલોડ કરી શકાશે.


    આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

    પગાર

    આ પ્રક્રિયામાં પસંદ થયેલા ઉમેદવારોને તાલીમના સમગ્ર સમય દરમિયાન 56,100 રૂપિયા પગાર સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવશે. ત્યારબાદ સેનાના ધારાધોરણ મુજબ પગાર મળશે.
    Published by:Jay Mishra
    First published: