Indian Army recruitment: 'ભારતીય સેના ભરતી 2019'ની પ્રક્રિયા શરૂ, પગાર 1.77 લાખ સુધી

એન્જિનિયરિંગમાં ડીગ્રી ધરાવતાં ઉમેદવારોને ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક, 14 નવેમ્બર પહેલા કરો અરજી

News18 Gujarati
Updated: October 21, 2019, 7:59 AM IST
Indian Army recruitment: 'ભારતીય સેના ભરતી 2019'ની પ્રક્રિયા શરૂ, પગાર 1.77 લાખ સુધી
એન્જિનિયરિંગમાં ડીગ્રી ધરાવતાં ઉમેદવારોને ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક, 14 નવેમ્બર પહેલા કરો અરજી
News18 Gujarati
Updated: October 21, 2019, 7:59 AM IST
Indian Army recruitment 2019: ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC) ભરતીના માધ્યમથી કુલ 40 વેકન્સી બહાર પાડી છે. પસંદ થયેલા ઉમેદવારોને જુલાઈ 2020માં ભારતીય સૈન્ય અકાદમી (IMA), દહેરાદૂનમાં ટ્રેનિંગ આપવામાં આવશે. અરજી કરવા માંગતાં ઉમેદવારો joinidanarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. ઑનલાઇન એપ્લીકેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર (બપોર સુધી) છે.

પસંદ થયેલા ઉમેદાવારો SSC (Short Service Commission) હેઠળ લેફ્ટેનન્ટ તરીકે પ્રોબેશન પર કામ કરશે. સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કર્યા બાદ કેડેટ્સને સેનામાં સ્થાયી કમીશન આપવામાં આવશે.

ઉંમર મર્યાદા (Age Limit) : આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષના હોવા જોઈએ.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification) : જે ઉમેદવારોની પાસે એન્જિનિયરિંગ ડિગ્રી છે તેઓ કે ફાઇનલ યરમાં છે, તેઓ આ પદો માટે અરજી કરી શકે છે.

Indian Army recruitment 2019 માટે આવી રીતે કરો અરજી

Loading...

-joinindianarmy.nic.in પર જાઓ
- હોમ પેજ પર ‘apply/logon’ બટન પર ક્લિક કરો
-‘registration’ પર ક્લિક કરો, માંગવામાં આવેલી જાણકારી ભરો અને વેરીફાય કરો
-‘apply online’ પર officer’s selection – eligibility પર ક્લિક કરી અરજી કરો
-‘save and continue’ બટન પર ક્લિક કરી પ્રી-વ્યૂ જુઓ અને પછી સબમિટ કરો

પગાર ધોરણ (Salary Structure)  : પસંદગી પામેલા ઉમેદવારોને 56,100થી 1,77,500 રૂપિયા સુધી પૅ કરવામાં આવશે. આ ઉપરાંત સૈન્ય સેવા પગાર (Military Service Pay-MSP) 15,500 દર મહિને આપવામાં આવશે. સાથોસનાથ જોખમ સહિત અન્ય ભથ્થા, હાર્ડશિપ મૈટ્રિક્સના 25,000 રુપિયા દર મહિને આપવામાં આવશે અને 20,000 રૂપિયા ડીએ તરીકે ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો, નર્મદા જળસંપત્તિ વિભાગમાં 350 આસિ. સિવિલ એન્જિનિયરોની ભરતી, આવી રીતે કરો અરજી
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...