Join Indian Air Force 2020: ધોરણ-12 પાસ માટે ઉત્તમ તક, જાણો કેવી રીતે પસંદગી થશે

News18 Gujarati
Updated: December 13, 2019, 8:24 AM IST
Join Indian Air Force 2020: ધોરણ-12 પાસ માટે ઉત્તમ તક, જાણો કેવી રીતે પસંદગી થશે
પ્રતીકાત્મક તસવીર

એરફોર્સમાં એરમેન માટેની ભરતી પ્રક્રિયા 2 જાન્યુઆરીથી શરૂ થશે, 20 જાન્યુઆરી પહેલા કરો ઑનલાઇન અરજી

  • Share this:
Join Indian Air Force 2020: ભારતીય વાયુસેના (Indian Air Force)માં સામેલ થવા માટે રાહ જોઈ રહેલા યુવાઓ માટે ખુશખબર છે. વાયુ સેનાએ એરમેનની પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતીઓ ગ્રુપ એક્સ અને વાયમાં કરવામાં આવશે. આ પદો પર ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ airmenselection.cdac.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 2 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેથી ઉમેદવાર આ તારીખ સુધી કે તે પહેલા ઑનલાઇન અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ગ્રુપ X લાયકાત

ગ્રુપ Xની પોસ્ટ પર અરજી માટે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડથી વિજ્ઞાન પ્રવાહ (Science Stream)માં ધોરણ-12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અને ડિગ્રી હોવી જોઈએ.

ગ્રુપ Y લાયકાત
ગ્રુપ Yની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી કોઈ પણ સ્ટ્રીમમાં 50 ટકા માર્ક સાથે ધોરણ-12 પાસ હોવું જરૂરી છે.ઉંમર : આ પદો પર અરજી કરવા માટે મહત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો...

આવી રીતે સિલેક્શન થશે

ઉમેદવારોની સિલેક્શન ફેઝ 1 (ઑનલાઇન ટેસ્ટ), ફેઝ 2 ટેસ્ટ, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT), અડેપ્ટિબિલિટી ટેસ્ટ-1 (ગ્રુપ X અને ગ્રુપ Y ટ્રેડ્સ માટે), અડેપ્ટિબિલિટી ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.

આ પણ વાંચો, Job Alert: જનરલ મેનેજર સહિત અન્ય પદો પર ભરતી, 41 લાખથી વધુ મળશે પગાર
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading