Good News:આવી રહી છે નોકરીઓની મૌસમ, આ સાત સેક્ટરમાં થશે બંપર ભરતી

News18 Gujarati
Updated: December 9, 2019, 7:38 PM IST
Good News:આવી રહી છે નોકરીઓની મૌસમ, આ સાત સેક્ટરમાં થશે બંપર ભરતી
પ્રતિકાત્મક તસવીર

2019માં અર્ધવાર્ષીકના આધાર ઉપર ટીમલીઝએ પોતના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં સરકાર દ્વારા સુધારાના કારણે 19થી 7 સેક્ટરમાં તેજીની અસર જોવા મળી છે. આ રિપોર્ટમાં એ પણ કહ્યું છેકે, 9 સેક્ટરમાં નોકરીઓના અવસર ઓછા હશે.

  • Share this:
નવી દિલ્હીઃ ચાલુ નાણાંકિય વર્ષમાં ઓક્ટોરથી માર્ચ ત્રિમાસિક વચ્ચે દેણશાં દેશમાં નોકરીઓના અવસર (job opportunity) વધવાના છે. 2019માં અર્ધવાર્ષીકના આધાર ઉપર ટીમલીઝએ પોતના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં સરકાર દ્વારા સુધારાના કારણે 19થી 7 સેક્ટરમાં તેજીની અસર જોવા મળી છે. આ રિપોર્ટમાં એ પણ કહ્યું છેકે, 9 સેક્ટરમાં નોકરીઓના અવસર ઓછા હશે.

આ સેક્ટરમાં સારા સંકેત
ચાલુ નાણાંકિય વર્ષમાં પહેલા અર્ધવાર્ષીકમાં નોકરીઓની તકમાં આશરે 7.12 ટકાનો વધારો થનાર છે. હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઈ-કોમર્સ, ટેક સ્ટાર્ટઅપ, એજ્યુકેશન સર્વિસિઝ, કેપીઓ, પાવર એનર્જી અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં નોકરીને લઇને સકારાત્મક સંકેત દેખાય છે.

જે સેક્ટરમાં નોકરીઓના અવરસ ઓછા લેગ છે એમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેન્સ્ટ્રક્શન એન્ડ રિયલ એસ્ટેટ, ફાઈનાશિયલ સર્વિસ, ટ્રાવેલ એ્ડ હોસ્પિટેબિલિટી, એફએમસીજી, એગ્રીકલ્ચર એન્ડ એગ્રોકેમિકલ્સ સેક્ટર્સનો સમાવેશ થાય છે.

8થી 9 સેક્ટરમાં બે અંકમાં થશે વધારો
ટીમલીઝ સર્વિસના સહ સંસ્થાપક અને એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ઋતુપર્ણા ચક્રવર્તીના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડાના અનુમાનના કારણે કેટલાક સેક્ટરમાં રોજગારના આઉટલુક ઉપર અસર પડી છે. 8થી 9 સેક્ટર્સમાં બે આંકડાઓમાં વધારો જોવા મળશે. લોજિસ્ટિક્સ અને એજ્યુકેશનલ સર્વિસિઝમાં માત્ર 14.36 ટકાથી વધારે નોકરીઓમાં વધશે.આ શહેરોમાં વધશે નોકરીઓ
મુંબઈ, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ, બેંગ્લુરુ, દિલ્હી, ગુરુગ્રામ અને કોલકાત્તામાં નોકરીઓન અંગે વધારે સેન્ટીમેન્ટ છે. જ્યારે ઈન્દોર, કોયમ્બતુર, અમદાવાદ, કોચી અને નાગપુરમાં નોકરીઓમાં ઘટાડો આવશે.
Published by: ankit patel
First published: December 9, 2019, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading