HPCL Recruitment: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL)એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સીનિયર મેનેજર અને ઑફિસર પદો પર વેકન્સી બહાર પાડી છે. કુલ 24 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર HPCLની ઑફિશિયલ વેબસાઇટ hindustanpetroleum.com પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 31 ડિસેમ્બર સુધી ચાલશે. ઉમેદવાર આ તારીખ કે તેના પહેલા અરજી કરી શકે છે.
HPCL કોમ્પ્યૂટર બેઝ્ડ એક્ઝામ આયોજિત કરશે. આ એક્ઝામ બે પાર્ટમાં હશે. પહેલી ડોમેન સેક્શન અને એપ્ટીટ્યૂટ લેવલની. ઉમેદવારોએ ડોમેન સેક્શનમાં 50 ટકા પૉઇન્ટ પ્રાપ્ત કરવા પડશે. જોકે, અનામત વર્ગના લોકો માટે કટ-ઑફ 54 ટકા છે. લેખિત પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે. લેખિત અને ઇન્ટરવ્યૂના પોઇન્ટ જોડ્યા બાદ ફાઇનલ પરિણામ જાહેર થશે.
HPCL Recruitment: આવી રીતે ભરો ફોર્મ
- ઑફિશિયલ વેબસાઇટ hindustanpetroleum.com પર જાઓ - અહીં હોમ પેજના Career પર ક્લિક કરો - હવે આપની સામે એક નવું પેજ ખુલશે - હવે અહીં R&F professionals પર ક્લિક કરો - જે પદ માટે અરજી કરવા માંગો છો તેની પર ક્લિક કરો - હવે ફોર્મ ભરો, તસવીર અપલોડ કરો - ફીની ચૂકવણી કરો અને સબમિટ કરો
HPCL Recruitment: આ હશે ફી
આ પોસ્ટ માટે ઉમદવારોને 590 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. બીજી તરફ, એસસી, એસટી અને પીડબલ્યૂડી ઉમેદવારોને અરજી ચાર્જની ચૂકવણી કરવાથી છૂટ આપવામાં આવી છે.