Hindustan Copper Limited Recruitment 2020: હિન્દુસ્તાન કૉપર લિમિટેડે ટ્રેડ અપ્રેન્ટિસ હેઠળ વિભિન્ન પદો પર ભરતી જાહેર કરી છે. આ ભરતી દ્વારા 161 પદોને ભરવામાં આવશે. આ ભરતી ધોરણ-10 પાસ ઉમેદવારો માટે છે. ઉમેદવારોની પાસે સંબંધિત ટ્રેડમાં NCVTથી આઈટીઆઈનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. આ પદો પર અરજી કરવાની પ્રક્રિયા શરૂ ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. પસંદગી પામેલા ઉમેદવારોને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. જો તમે આ પદો પર અરજી કરવા માંગો છો તો નીચે આપવામાં આવેલી જાણકારીને ધ્યાનથી વાંચ્યા બાદ જ અરજી કરજો...
પદના નામ :
મેટ માઇન્સ - 30
બ્લાસ્ટર (માઇન્સ) - 30
ફિટર - 25
ટર્નર - 5
વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) - 15
ઇલેક્ટ્રિશિયન - 30
ઇલેક્ટ્રોનિક મિકેનિક - 6
ડ્રાફ્ટ્સમેન (સિવિલ) - 3
ડ્રાફ્ટ્સમેન (મિકેનિકલ) - 2
મિકેનિક ડિઝલ - 10
પંપ ઑપરેટર કમ મિકેનિક - 1
કોમ્પ્યૂટર ઑપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ - 2
વાયરમેન - 2
કુલ પદોની સંખ્યા - 161
યોગ્યતા : મેટ (માઇન્સ), બ્લાસ્ટર (માઇન્સ) પદ માટે ઉમેદવારનું ધોરણ-10 પાસ હોવું અનિવાર્ય છે. બીજી તરફ બાકી અન્ય પદો માટે ધોરણ-10 પાસ હોવાની સાથે ઉમેદવારોની પાસે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જોઈએ.
ઉંમર મર્યાદા : ઉમેદવારની ઉંમર 28.01.2020ના રોજ 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ ઉંમર મયાદામાં SC/ST ઉમેદવારોને 5 વર્ષ અને ઓબસી ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
આવી રીતે થશે પસંદગી : ઉમેદવારોની પસંદગી ધોરણ-10 અને આઈટીઆઈમાં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે.
આવી રીતે કરો અરજી : ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ
apprenticeship.gov.in પર જઈને અરજી કરી શકે છે.
આ પણ વાંચો, Job Alert: રેલવેમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી