CISFમાં 1314 સબ-ઇન્સ્પેક્ટરનો ભરતી, 9 ડિસેમ્બર પહેલાં અરજી કરો

News18 Gujarati
Updated: November 13, 2019, 1:54 PM IST
CISFમાં 1314 સબ-ઇન્સ્પેક્ટરનો ભરતી, 9 ડિસેમ્બર પહેલાં અરજી કરો
સીઆઈએસએફમાં નોકરીની સુવણી તક (Photo PTI)

સરકારી નોકરી : ધોરણ-12 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

  • Share this:
CISF ASI LDCE recruitment 2019: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (Central Industrial Security Force, CISF)એ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (Assistant Sub-Inspector, ASI)ના પદો માટે ભરતી બહાર પાડી છે. તે હેઠળ 1,314 પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કૉમ્પિટિટિવ એક્ઝામ (Limited Departmental Competitive Exam, LDCE)ના માધ્યમથી કરવામાં આવશે. આ પદો માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અધિકૃત વૅબસાઇટ cisf.gov.inના માધ્યમથી અરજી કરી શકે છે. આ પદો પર અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 9 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. તેથી ઉમેદવારોએ આ તારીખ પહેલા અરજી કરવાની રહેશે.

ઉંમર મર્યાદા (Age Limit): આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. એસસી, એસટી ઉમેદવારો માટે પાંચ વર્ષ સુધીની છુટ આપવામાં આવશે.

કાર્ય અનુભવ (Work Experience): કૉન્સ્ટેબલ, જીડી અને હૅડ કૉન્સ્ટેબલ પદો પર 1 ઑગસ્ટ 2019 સુધી ઓછામાં ઓછા પાંચ વર્ષના નિયમિત કાર્યનો અનુભવ હોવો જોઈએ.

CISF ASI LDCE ભરતી 2019: આવી રીતે ફોર્મ ભરો

- અધિકૃત વૅબસાઇટ પર cisf.gov.in પર જાઓ
- હોમ પૅજ પર જમણી બાજુ આપેલા 'Recruitment' પર ક્લિક કરો- હવે અહીં Assistant sub-inspector LDCE’ link પર ક્લિક કરો
- હવે અહીં નિર્દેશોને ધ્યાનથી વાંચો, ફોર્મ ડાઉનલોડ કરો
- હવે ફોર્મ ભરીને અપલોડ કરો
- ફીની ચૂકવણી કરી દો અને પ્રિટઆઉટ પોતાની પાસે રાખો

આ પણ વાંચો,

સરકારી નોકરી : ધોરણ-10 પાસ માટે રેલવેમાં ભરતી, આવી રીતે કરો અરજી
IOCLમાં ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ 380 પદો પર ભરતી, 22 નવેમ્બર પહેલા અરજી કરો
First published: November 13, 2019, 1:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading