LIC HFL Recruitment 2019: એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL)એ આસિસ્ટન્ટે મેનેજર (લીગલ) પદો પર અરજીઓ મંગાવી છે. ઈચ્છુક ઉમેદવાર, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC Housing Finance Limited, LIC HFL) ભરતી 2019 દ્વારા 16 ડિસેમ્બર પહેલા અરજી કરી શકે છે. આ પદો પર માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ગ્રેજ્યુએશન કરેલું હશે તે ઉમેદવારો અરજી કરી શકશે. LIC HFLએ દિલ્હી માટે આ વેકન્સી બહાર પાડી છે.
LIC Housing Finance Limited (LIC HFL) Assistant Manager (Legal): યોગ્યતા લઘુત્તમ 55% માર્કની સાથે બેચલર ડિગ્રી ઇન લૉ (LLB) કરનારા ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે.
ઉંમર મર્યાદા : આ પદો પર અરજી કરનારા અભ્યર્થીઓની ઉંમર 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. મહત્તમ 30 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે.
કેવી રીતે અરજી કરશો?
- ઈચ્છુક ઉમેદવાર કે યોગ્ય ઉમેદવાર 16 ડિસેમ્બર 2019 કે તે પહેલા નિર્ધારિત ફૉર્મેટના માધ્યમથી એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) ભરતરી 2019 માટે અરજી કરી શકે છે. - અરજી કરવા માટે ઉમેદવારને LIC HFLની વેબસાઇટ www.lichousing.com પર જવું પડશે. - ત્યાં આપવામાં આવેલા “Careers” ઑપ્શનમાં જાઓ અને અરજી કરો. - નોંધનીય છે કે, ઑનલાઇન એપ્લિકેશનના માધ્યમથી જ અરજી સ્વીકારવામાં આવશે.