ગુજરાત IOCLમાં જૂનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવા માંગો છો? પગાર 32 હજારથી વધુ

News18 Gujarati
Updated: October 21, 2019, 8:02 AM IST
ગુજરાત IOCLમાં જૂનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવા માંગો છો? પગાર 32 હજારથી વધુ
પ્રતીકાત્મક તસવીર

IOCLમાં 38 પદો પર થઈ રહી છે ભરતી, ઓનલાઇન અરજી કરવા માટે 30 ઑક્ટોબર છેલ્લી તારીખ

  • Share this:
IOCL Junior Engineer Assistant Recruitment 2019: ઈન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Limited)એ જૂનિયર એન્જિનિયર આસિસ્ટન્ટના કુલ 38 પદો પર જાહેરાત બહાર પાડી છે. પસંદગી પામેલ ઉમેદવારોની નિયુક્તિ IOCLની ગુજરાત રિફાઇનરી (Gujarat Refinery)માં થશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર IOCLની ઓફિશિયલ વેબસાઇટ iocl.com પર જઈને 30 ઑક્ટોબર સાંજે 5 વાગ્યા સુધી કે તે પહેલા અરજી (Application) કરી શકે છે.

નોંધનીય છે કે, IOCLમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોએ નવેમ્બરમાં યોજાનારી લેખિત પરીક્ષામાં પાસ થવું પડશે. પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી. આ પદો પર માત્ર પુરૂષ ઉમેદવારો જ અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ઉમેદવારની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી કેમિકલ કે રિફાઇનરી અને પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા કે BSCની ડિગ્રી હોવી જોઈએ. MSc કે ઉચ્ચ ડિગ્રી ધરાવનારાને અયોગ્ય જાહેર કરવામાં આવશે.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 18થી 26 વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ નિયમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.આવી રીતે કરો અરજી :

- ઓફિશિયલ વેબસાઇટ iocl.com પર જાઓ
- હોમપેજ પર 'careers' સેક્શનમાં 'latest job openings' પર ક્લિક કરો
- 'click here to apply online' લિંક પર ક્લિક કરો
- રજિસ્ટ્રેશન પેજને ઓપન કરવા માટે 'latest advertisement'માં આપવામાં આવેલી 'advertisement' લિંક પર ક્લિક કરો
- નવા પેજ પર 'apply now' પર ક્લિક કરો
- પોતાની વિગતો ભરો અને વેરિફાય કરો
- credentialsના માધ્યમથી લૉગ ઇન કરો, ફોર્મ ભરો અને ઇમેજ અપલોડ કરો
- ચૂકવણી કરી ફાર્મ સબમિટ કરો

અરજી કરવાની ફી : અરજી કરનારે 150 રૂપિયા અરજી માટેની ફી ભરવી પડશે.

પગાર : પસંદગી પામેલ ઉમેદવારોને 11,900 રૂપિયાથી 32,000 હજાર રૂપિયા સુધી પગાર આપવામાં આવશે, આ ઉપરાંત ભથ્થા પણ આપવામાં આવશે.

આ પણ વાંચો,

રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 5 નવેમ્બર સુધીમાં કરો અરજી
આ છે CBSE ધોરણ-10 સાયન્સ પેપરનું પેટર્ન, અહીંથી કરો ડાઉનલોડ
First published: October 11, 2019, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading