Home /News /jobs /Job Alert: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરીની તક, 2 ફેબ્રુઆરી પહેલા કરો અરજી

Job Alert: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરીની તક, 2 ફેબ્રુઆરી પહેલા કરો અરજી

ધોરણ-12માં 50 ટકા મેળવ્યા હોય તો ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવી દેશની રક્ષામાં અમૂલ્‍ય યોગદાન આપો

ધોરણ-12માં 50 ટકા મેળવ્યા હોય તો ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવી દેશની રક્ષામાં અમૂલ્‍ય યોગદાન આપો

Government Jobs 2020: જો તમે ધોરણ-12 પાસ છો અને સરકારી નોકરીની તલાશ કરી રહ્યા છો તો આપના માટે સુવર્ણ તક ઊભી થઈ છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard)એ નાવિક (જનરલ ડ્યૂટી) પદો પર અરજી આમંત્રિત કરી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આ પ્રક્રિયા દ્વારા 260 પદો પર ભરતી કરવાની છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારોને અરજી કરવા માટે ઑફિશિયલ વેબસાઇટ joinindiancoastguard.gov.in પર જવું પડશે. આ પદો પર અરજી કરવાની પ્રક્રિયા 26 જાન્યુઆરીએ શરૂ થશે. ઉમેદવાર 2 ફેબ્રુઆરી 2020 સુધી આ પદો માટે અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારોની પસંદગી ધોરણ-12માં મેળવેલી ટકાવારીને આધારે થશે. પસંદગી પામેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) તથા મેડિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં બેસવાની તક મળશે. જોકે, દરેક સેન્ટર માટે કટ-ઑફ અલગ-અલગ હોઈ શકે છે. અંતિમ પરિણામ યાદીમાં જે ઉમેદવારોના નામ હશે, તેમની ઑગસ્ટ 2020માં ટ્રેનિંગ શરૂ થશે.

Indian Coast Guard notification: યોગ્યતા

ઉંમર મર્યાદા (Age Limit): ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 22 વર્ષ હોવી જોઈએ. SC/ST શ્રેણીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં 5 વર્ષની છૂટ પ્રાપ્ત થશે. OBC શ્રેણીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ પ્રાપ્ત થશે.

શૈક્ષણિક યોગ્યતા (Educational Qualification): ઉમેદવારે કોઈ પણ બોર્ડથી 50 ટકા સાથે ધોરણ-12 કરેલું હોવું જોઈએ. ધોરણ-12માં ઉમેદવારે ગણિત અને ભૌતિક વિજ્ઞાન વિષય લીધેલો હોવો જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને 5 ટકાની છૂટ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો, SBI Clerk 2020 Notification Out: એસબીઆઈએ જાહેર કરી બમ્પર વેકન્સી, આજથી અરજી પ્રક્રિયા શરૂ
First published: