ભારતમાં બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં બેરોજગારીની સમસ્યા કેટલી વિકટ અને વિસ્ફોટક પરિસ્થિતિએ પહોંચી છે તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે, માત્ર બે ડિજિટની વેકેન્સી માટે હજારોની સંખ્યામાં લોકો આવેદન કરે છે પરંતુ આ દરમિયાન ભારતના યુવાનો માટે એક સુવર્ણતક આવી છે. દુનિયાની દિગ્ગજ કંપની Google ભારતમાં પોતાનું કાર્યાલય ખોલવા જઇ રહી છે. જેના માટે ભરતીઓ (Google Hiring) શરૂ થઇ ગઇ છે.
ગૂગલ ભારતમાં નવી ઓફિસ ખોલવા જઇ રહ્યું છે. ગુગલની આ નવી ઓફિસ પુણેમાં હશે. ઓફિસ ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં ખુલે તેવી આશા છે. ગૂગલે ભારતમાં આ માટે ભરતી પણ શરૂ કરી દીધી છે. આ ભરતી ગુગલના ગુરુગ્રામ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં કરવામાં આવી રહી છે.
ભારતમાં ગૂગલ ક્લાઉડ એન્જિનિયરિંગ (Google Cloud)ના વીપી અનિલ ભણસાલીએ જણાવ્યું હતું કે, ભારત ટેક્નોલોજી અને ઇનોવેશનનું હબ રહ્યું છે. ગૂગલ ક્લાઉડ માટે જરૂરી ટેલેન્ટ ભારતમાં હાજર છે. આ જ કારણ છે કે ગૂગલ માટે ભારત શ્રેષ્ઠ સ્થાન છે. ભણસાલીએ કહ્યું કે છેલ્લા 12 મહિનામાં કંપનીએ ભારતમાં નિર્માણ થનારા ડેવલપમેન્ટ સેન્ટર માટે ભારતની ટૉચની એન્જિનિયરિંગ પ્રતિભાને હાયર કરી છે. તેઓ અમારી વૈશ્વિક એન્જિનિયરિંગ ટીમના સહયોગથી અદ્યતન ક્લાઉડ ટેક્નોલોજી (Advanced cloud technology) વિકસાવશે.
ભણસાલીએ વધુમાં જણાવ્યું કે એક IT હબ તરીકે પૂણેમાં અમારું વિસ્તરણ અમને ટૉચની પ્રતિભાઓને સાથે જોડવામાં મદદ કરશે. વધતા ગ્રાહક આધારને અદ્યતન ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing) સોલ્યુશન્સ, ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે Google આ ઓફિસ ખોલી રહ્યું છે. પુણે ઓફિસ અદ્યતન એન્ટરપ્રાઇઝ ક્લાઉડ ટેક્નૉલૉજીનું નિર્માણ કરશે. Google ક્લાઉડની વૈશ્વિક એન્જિનિયરિંગ ટીમો સાથે મળીને વાસ્તવિક સમયની ટેક્નિકલ સલાહ અને ઉત્પાદન અને અમલીકરણ કુશળતા પ્રદાન કરશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર