ધોરણ-10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અરજી માટે આજે છેલ્લી તારીખ

News18 Gujarati
Updated: January 6, 2020, 8:13 AM IST
ધોરણ-10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અરજી માટે આજે છેલ્લી તારીખ
સરકારી નોકરી શોધી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક, રેલવેમાં થઈ રહી છે બમ્પર ભરતી

સરકારી નોકરી શોધી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક, રેલવેમાં થઈ રહી છે બમ્પર ભરતી

  • Share this:
East Coast Railway Recruitment 2020: ભારતીય રેલવેએ ફરી એકવાર બમ્પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં ઈસ્ટ કોસ્ટ રેલવે (East Coast Railway)એ અપરેન્ટિસના કુલ 1,216 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર રેલવેની ઑફિશિયલ વેબસાઇટ eastcoastrail.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 6 જાન્યુઆરી છે. તેથી ઉમેદવારો જો અરજી કરવા માંગો છો તો રાત્રે 11.59 વાગ્યા પહેલા અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને ધોરણ-10માં 50 ટકા સાથે અને સંબંધિત ટ્રેન્ડમાં આઈટીઆઈ કોર્સ પાસ હોવો જરૂરી છે. બીજી તરફ, અલગ-અલગ પદો અનુસાર અલગ-અલગ યોગ્યતા છે. તેના વિશે ઑફિશિયલ નોટિફિકેશનથી વધુ જાણકારી લઈ શકો છો.

ઉંમર મર્યાદા (Age Limit)

અપરેન્ટિસના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ સુધી હોવી જોઈએ.

કેટલી ફી ચૂકવવી પડશે?
આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોને 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જ્યારે એસસી, એસટી, મહિલા, પીડબલ્યૂડી ઉમેદવારોને કોઈ પ્રકારનો ચાર્જ નહીં ચૂકવવો પડે.

વેકન્સી ડિટેલ (Vacancy Detail)

ઇસ્ટ કોસ્ટ રેલવે, હેડક્વાર્ટર- 10
કેરેજ રિપેર વર્કશોપ મંચેશ્વર, ભુવનેશ્વર- 250
ખુર્દા રોડ ડિવીઝન- 317
વાલ્ટેયર ડિવીઝન- 553
સંબલપુર ડિવીઝન- 86

આ પણ વાંચો, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરીની તક, 2 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
First published: January 6, 2020, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading