DSSC Recruitment 2021: ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલજમાં નોકરીઓ, ધોરણ-10 પાસ માટે પણ છે તક

ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલજમાં 83 ખાલી પર ભરતી પ્રક્રિયા શરૂ, 22 મે પહેલા કરો અરજી

ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલજમાં 83 ખાલી પર ભરતી પ્રક્રિયા શરૂ, 22 મે પહેલા કરો અરજી

  • Share this:
    નવી દિલ્હી. ડીએસએસસી (Defense Service Staff College)એ એલડીસી સહિત અનેક પદો પર ભરતીઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે ઈચ્છુક ઉમેદવારો ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ કુલ 83 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.

    અરજી કરતાં પહેલા વાંચો નોટિફિકેશન

    આ પદો માટે ઈચ્છુક ઉમેદવાર DSSC તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનને વાંચ્યા બાદ જ અરજી કરે. નિયમ મુજબ કરવામાં આવેલી અરજી જ માન્ય રાખવામાં આવશે. અરજી પત્રમાં ભૂલ કે પછી કોઈ માહિતી અધૂરી હશે તો તેને રદ પણ કરી શકાય છે.

    આ પદો પર ભરતી થશે

    >> સુખાની- 1 પદ
    >> કાર્પેન્ટર- 1 પદ
    >> મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ- 60 પદ
    >> સ્ટેનોગ્રાફર ગ્રેડ II- 04 પદ
    >> લોઅર ડિવિઝન ક્લાર્ક- 10 પદ
    >> સિવિલિયન મોટર ડ્રાઇવર- 7 પદ

    આ પણ વાંચો, લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સે મેલિન્ડાને આપ્યા છૂટાછેડા, કહ્યુ- ‘હવે સાથે નહીં રહી શકે’

    શૈક્ષણિક લાયકાત

    કેટલાક પદો માટે અરજી કરવાની મહત્તમ શૈક્ષણિક યોગ્યતા ધોરણ-10 પાસ, તો કેટલાક પદો માટે ધોરણ-12 પાસ નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવાર આ ભરતી સંબંધિત વધુ જાણકારી માટે જાહેર ઓફિશિયલ નોટિફિકેશનને જોઈ શકે છે.

    નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો

    પસંદગી પ્રક્રિયા

    આ પદો પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે.

    આ પણ વાંચો, કોરોના સંક્રમિત નિવૃત્ત અધિકારીએ હૉસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવ્યું, મોત


    આ સરનામા પર મોકલવાની રહેશે અરજી

    ઈચ્છુક ઉમેદવારને The Commandant, Defence Services Staff College, Wellington (Nilgiris) – 643 231 Tamil Nadu પર અરજી મોકલવાની રહેશે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 22 મે 2021 નિર્ધારિત કરવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: