DRDO Recruitment Alert 2019: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (Defence Research and Development Organisation, DRDO)એ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (Multi Tasking Staff)ના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં કુલ 1817 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. ઉમેદવાર DRDOની ઑફિશીયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 23 ડિસેમ્બર સવારે 10 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી, 2020 છે.
DRDO MTS ઉંમર મર્યાદા: આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આ પોસ્ટ માટે ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ-10 પાસ હોવું જરૂરી છે. આ ઉપરાંત આઈટીઆઈનું પ્રમાણપત્ર અનિવાર્ય છે.
DRDO MTS: પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોને સિલેક્શન ટિયર I સ્ક્રીનિંગ અને ટિયર II લેખિત પરીક્ષાનું આયોજન થશે. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ હશે. પરીક્ષાની અવધિ 90 મિનિટની હશે.