Job Alert: ગ્રેજ્યુએટ માટે DGVCLમાં વેકન્સી, 55 હજારથી વધુ મળશે પગાર

News18 Gujarati
Updated: December 29, 2019, 7:54 AM IST
Job Alert: ગ્રેજ્યુએટ માટે DGVCLમાં વેકન્સી, 55 હજારથી વધુ મળશે પગાર
DGVCLમાં જૂનિયર આસિસ્ટન્ટની નોકરી મેળવવાની ઉત્તમ તક, 15 જાન્યુઆરી પહેલા કરો અરજી

DGVCLમાં જૂનિયર આસિસ્ટન્ટની નોકરી મેળવવાની ઉત્તમ તક, 15 જાન્યુઆરી પહેલા કરો અરજી

  • Share this:
DGVCL junior assistant recruitment: દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (Dakshin Gujarat Vij Company Limited, DGVCL)એ જૂનિયર આસિસ્ટન્ટ (Junior assistant)ના પદો પર વેકન્સી બહાર પાડી છે. તેમાં કુલ 482 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર DGVCLની ઑફિશિયલ વેબસાઇટ dgvcl.co.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 15 જાન્યુઆરી સુધી ચાલશે. તેથી ઉમેદવાર આ તારીખ કે તે પહેલાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોને ગ્રેજ્યુએટ પાસ થવું જરૂરી છે. બીજી તરફ, ઉમેદવારની અંગ્રેજી ભાષા પર સારી પકડ હોવી જોઈએ. આ ઉપરાંત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. વિશેષમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન અચૂક હોવું જોઈએ.

ઉંમર મર્યાદા (Age Limit)

આ પોસ્ટ માટે મહત્તમ ઉંમર 30 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવાર માટે મહત્તમ ઉંમર 35 વર્ષ છે. આ ઉપરાંત મહિલા ઉમેદવારો માટે મહત્તમ ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ પણ આપવામાં આવશે.અરજી માટે કેટલી ફી ભરવી પડશે?

આ પોસ્ટ માટે સામાન્ય ઉમેદવારોએ 500 રૂપિયા અને અનામત શ્રેણીના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવી પડશે.

કેટલો મળશે પગાર?

આ પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારોને 25,000 રૂપિયાથી 55,800 રૂપિયાનો પગાર આપવામાં આવશે.

આ પણ વાંચો, NABARD: ધોરણ-10 પાસ માટે નોકરીની તક, 24,000 રૂપિયા મળશે પગાર
First published: December 29, 2019, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading