સરકારી નોકરી : ધોરણ-10 પાસ માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર મળશે Job

News18 Gujarati
Updated: December 24, 2019, 7:50 AM IST
સરકારી નોકરી : ધોરણ-10 પાસ માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર મળશે Job
રેલવેમાં નોકરી મેળવવા 22 જાન્યુઆરી પહેલા કરો ઓનલાઇન અરજી, મેરિટના આધારે થશે પસંદગી

રેલવેમાં નોકરી મેળવવા 22 જાન્યુઆરી પહેલા કરો ઓનલાઇન અરજી, મેરિટના આધારે થશે પસંદગી

  • Share this:
Railway Jobs: જો તમે ધોરણ-10 પાસ છો તો આપને માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ રેલવે (Central Railway, RRB)એ ફિટર, વેલ્ડર, કારપેન્ટર, પેન્ટર, ટેલર, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, મિકેનિક સહિત અન્ય પદો પર વેકન્સી બહાર પાડી છે. તેમાં કુલ 2562 પદો પર ભરતી કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા 23 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર Central Railwayની ઑફિશિયલ વેબસાઇટ www.rrccr.com પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ પદોની ખાસિયત એ છે કે આ પદો પર સિલેક્શન માટે કોઈ લેખિત પરીક્ષા નહીં લેવામાં આવે.

સેન્ટ્રલ રેલવે તરફથી જાહેર નોટિફિકેશન મુજબ આ પદો પર અરજીની ઑનલાઇન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. અરજી 22 જાન્યુઆરી 2020ના રોજ સાંજે 5 વાગ્યા કે તે પહેલાં સુધી અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત (Education Qualification)

આ પદો પર ધોરણ-10 પાસ અને આઈટીઆઈ પાસ અરજી કરી શકે છે.

અરજી માટે કેટલી ફી ભરવી પડશે?

આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને 100 રૂપિયા ફી ભરવી પડશે.મેરિટના આધારે થશે પસંદગી

સેન્ટ્રલ રેલવે તરફથી બહાર પાડવામાં આવેલા વેકન્સીઓમાં ઉમેદવારોની પસંદગી ધોરણ-10 અને આઈટીઆઈ (ITI)માં મળનારા માર્કના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટના આધારે કરવામાં આવશે.

કયા શહેરોમાં થશે નિયુક્તિ?

આ ભરતી મુંબઈ, ભુસાવળ, પુણે, નાગપુર, સોલાપુરના યુનિટ્સમાં કરવામાં આવશે.

આ પણ વાંચો, RRB recruitment: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર-સીનિયર ક્લર્કની નોકરી મેળવવાની સુવર્ણ તક
First published: December 24, 2019, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading