Bharat Electronics Limited: એન્જિનિયરોની થઈ રહી છે ભરતી, 2 નવેમ્બર પહેલા કરો અરજી

Bharat Electronics Limited: એન્જિનિયરોની થઈ રહી છે ભરતી, 2 નવેમ્બર પહેલા કરો અરજી
જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો BEL તમને આ સુવર્ણ તક આપવા જઈ રહ્યું છે

જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો BEL તમને આ સુવર્ણ તક આપવા જઈ રહ્યું છે

  • Share this:
    Bharat Electronics Limited (BEL): ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ (BEL)માં એન્જિનિયરના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેના માટે ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયરના પદો પર ભરતી કરવામાં આવશે. યોગ્ય ઉમેદવાર આફિશિયલ વેબસાઇટ પર જઈને ઓફિશિયલ નોટિફિકેશન વિગતે વાંચ્યા બાદ અરજી કરી શકે છે. નોંધનીય છે કે, ઉમેદવાર આ પદ માટે 2 નવેમ્બર 2019 કે તે પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે. અંતિમ તારીખ નજીક છે, તેથી ઉમેદવાર પ્રયાસ કરે કે તે ફટાફટ અરજી કરી દે. ઓછા સમયમાં ઓનલાઇન અરજી કરવામાં અનેકવાર ઉતાવળના કારણે ગડબડ થઈ શકે છે. સર્વર ડાઉન થઈ શકે છે. તેથી પ્રયાસ કરો કે સમયસર અરજી થઈ જાય.

    કઈ કેટેગરીમાં કેટલા પદ?



    >> ઇલેક્ટ્રોનિક્સ એન્જિીનયર - 13
    >> મિકેનિકલ એન્જિનિયર - 06

    શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

    કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ઇલેક્ટ્રોનિક્સમાં BE, BTech હોવું જોઈએ. સાથોસાથ ઉમેદવાર BE કે BTechમાં 60 ટકા મેળવેલા હોવા જોઈએ.

    અનુભવ (Experience)

    ઉમેદવારોને ઓછામાં ઓછો 6 મહિનાનો ઇન્ડસ્ટ્રીનો અનુભવ હોવો જોઈએ.

    આવી રીતે અરજી કરો

    ઉમેદવારે આ પદ માટે અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ www.bel-india.in પર જઈને અરજી કરવાની રહેશે. ઉમેદવાર ધ્યાન રાખે કે તમામ વિગતોને સારી રીતે સમજ્યા બાદ જ અરજી કરો, કારણ કે બાદમાં ફોર્મમાં જો કોઈ ભૂલ હશે તો ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે.

    આ પણ વાંચો,

    Indian Railwaysમાં મેનેજર કક્ષાના પદો માટે ભરતી, આવી રીતે કરો અરજી
    નર્મદા જળસંપત્તિ વિભાગમાં 350 આસિ. સિવિલ એન્જિનિયરોની ભરતી, આવી રીતે કરો અરજી
    Published by:News18 Gujarati
    First published:October 25, 2019, 08:16 am

    ટૉપ ન્યૂઝ