બનાસકાંઠા જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી

News18 Gujarati
Updated: November 14, 2019, 1:18 PM IST
બનાસકાંઠા જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી
પ્રતીકાત્મક તસવીર

ધોરણ-10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, 15 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન તાલુકા મથકે ભરતીનું આયોજન

  • Share this:
પાલનપુર, બનાસકાંઠા : ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરીટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડીયા લી.ના સહયોગથી બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)ના યુવાનો માટે ભરતી (Recruitment)નું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન અંતર્ગત તાલુકા મથકે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10 વાગ્યાથી થી 4 વાગ્યા સુધી રાખેલ છે.
- 15 નવેમ્બરના રોજ શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે

- 16 નવેમ્બરે શ્રી વી. કે. વાઘેલા હાઇસ્કૂલ દિયોદર ખાતે
- 17 નવેમ્બરે શ્રી લીબર્ટી સેકન્ડરી સ્કૂલ ભાભર ખાતે
- 18 નવેમ્બરે શ્રી વી. જે. પટેલ હાઇસ્કૂલ વડગામ ખાતે- 19 નવેમ્બરે શ્રી વિવેકાનંદ વિદ્યાલય ધાનેરા ખાતે
- 20 નવેમ્બરે શ્રી આર. આર. વિદ્યાલય અમીરગઢ ખાતે
- 21 નવેમ્બરે શ્રી ડી. એન. જે. આદર્શ હાઇસ્કૂલ ડીસા ખાતે
- 22 નવેમ્બરે શ્રી વી. આર. વિદ્યાલય પાલનપુર ખાતે
- 23 નવેમ્બરે શ્રી સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ભરતી યોજાશે.

ઉંમર મર્યાદા (Age Limit): ભરતી માટે ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification): ઉમેદવારો માન્યતા પ્રાપ્ત સંસ્થાનમાંથી ધોરણ-10 પાસ હોવા જરૂરી છે.

શારીરિક ક્ષમતા (Physical Fitness): ઉંચાઈ 168 સે.મી. હોવી જોઈએ. વજન 52 કિલો અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે.

પાસ થયેલા ઉમેદવારોને માણસામાં ટ્રેનિંગ : પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા (ગાંધીનગર) માં ટ્રેનિંગ આપીને સિક્યોરીટી ઇન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લી.માં 65 વર્ષ માટે કાયમી નિમણૂક આપવામાં આવશે.

કેટલો પગાર મળશે?

ભારત સરકાર અને રાજય સરકાર તથા પુરાતત્વ, બંદરો, એરપોર્ટ, ઔદ્યોગિક કંપની, બેંકો, મોઢેરા સૂર્ય મંદિર, રાણકી વાવ વગેરે જગ્યાઓ ઉપર પગાર 12,000થી 15,000 રૂપિયા સુરક્ષા જવાન માટે અને 15,000થી 20,000 રૂપિયા સુપરવાઇઝર માટે રહેશે.

અન્ય કઈ સુવિધાઓ મળશે?

અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ., ઇ.એસ.આઇ. દ્વારા મેડીકલ સુવિધા બોનસની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો,

CISFમાં 1314 સબ-ઇન્સ્પેક્ટરનો ભરતી, 9 ડિસેમ્બર પહેલાં અરજી કરો
ધોરણ-10 પાસ માટે રેલવેમાં ભરતી, આવી રીતે કરો અરજી
First published: November 14, 2019, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading