નર્મદા જળસંપત્તિ વિભાગમાં 350 આસિ. સિવિલ એન્જિનિયરોની ભરતી, આવી રીતે કરો અરજી

નર્મદા જળસંપત્તિ વિભાગમાં 350 આસિ. સિવિલ એન્જિનિયરોની ભરતી, આવી રીતે કરો અરજી
ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર જઈ કરો ઓનલાઇન અરજી, 4 નવેમ્બર અંતિમ તારીખ

ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર જઈ કરો ઓનલાઇન અરજી, 4 નવેમ્બર અંતિમ તારીખ

 • Share this:
  ગાંધીનગર : સિવિલ એન્જિનિયરીંગ (Civil Engineering)માં ડિગ્રી ધરાવતા કે ટેક્નલોજી (સિવિલ) કરેલા ઉમેદવારો માટે નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (Narmada, Water Resources, Water Supply and Kalpsar Department)માં નોકરી કરવાની સુવર્ણ તક ઊભી થઈ છે. વિભાગમાં મદદનીશ ઈજનેર (સીવીલ) (Assistant Engineer-Civil) વર્ગ-2ની કુલ 350 જગ્યાઓ માટે ઉમેદવાર પસંદ કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર 2019 છે.

  જગ્યાનું નામ : નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2ની કુલ 350 જગ્યા. 350 પૈકી 145 બિન અનામત, 35 આર્થિક રીતે નબળા વર્ગો, 94 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, 24 અનુસૂચિત જાતિ અને 52 અનુસૂચિત જનજાતિ માટેની જગ્યાઓ છે. તમામ 350 પૈકી 113 જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.  પગાર ધોરણ : રૂ. 9300-34,800 (ગ્રેડ પે રૂ. 4600)
  આરઓપી-2016 મુજબ Pay Matrixના લેવલ-8ના લઘુત્તમ પગાર રૂ.44,900, મહત્તમ પગાર રૂ.1,42,400.

  શૈક્ષણિક લાયકાત : સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ટેક્નોલોજી સિવિલ) ઉપરાંત કોમ્પ્યુટરની પાયાની જાણકારી હોવી જરૂરી છે તથા ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

  ઉંમર મર્યાદા : ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચતિ જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. જેની વિગતો ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે.

  ઓનલાઇન અરજી કેવી રીતે કરશો?

  ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર જઈને કે સીધા https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=87Q+A13CkoI=&ano=xXMOVI44Hcg= આ લિંક પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો.

  અરજી કરવાની અવધિ : 15 ઑક્ટોબર 2019 (1 વાગ્યા)થી 4 નવેમ્બર 2019 (1 વાગ્યા) સુધીમાં ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ : 02 ફેબ્રુઆરી 2020
  પ્રાથમિક કસોટીના પરિણામનો સૂચિત મહિનો : એપ્રિલ 2020
  રૂબરૂ મુલાકાતનો સૂચિત મહિનો : જુલાઈ 2020
  આખરી પરિણામ : રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના 10 કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે.

  આ પણ વાંચો, ગુજરાત IOCLમાં જૂનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવા માંગો છો? પગાર 32 હજારથી વધુ
  First published:October 15, 2019, 16:05 pm

  टॉप स्टोरीज