ડાંગમાં યુવાનોને મનગમતી નોકરી મળે તે માટે ભરતી મેળાનું આયોજન થયું

યુવાનો માટે ભરતી મેળાનું આયોજન.

95% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં યુવાનોને મનપસંદ રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર વિભાગે રોજગારી ભરતી મેળાનું આયોજન કર્યું છે.

કેતન પટેલ, બારડોલી : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 500થી વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો, ખાસ કરીને શહેરોમાં વિવિધ કંપનીઓ આવા સરકારી રોજગારી મેળામાં ભાગ લેનારા નોકરી ઇચ્છુકોને રોજગારની તકો આપતી હોય છે.

રાજ્ય સરકારના પ્રયાસથી ડાંગ જિલના સ્થાનિક આદિવાસીઓને ઘરબેઠા નોકરી મળી રહે તેવા પ્રયત્નોથી વાપી, સુરત, અને અમદાવાદની કંપનીઓ આગળ આવી હતી. જે કંપનીમાં રહેવા જમવા સાથે સાથેની નોકરી મળી રહેતા યુવાનોએ સરકારનો આભાર માન્યો હતો.

અત્યાર સુધી મોટા શહેરોમાં આવા રોજગાર મેળાનું આયોજન થતું હતું, હવે અંતરિયાળ આદિવાસી જિલ્લામાં આવા મેળાને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે. જેને લઈને દર મહિને જિલ્લા કક્ષાએ આવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેનારા નોકરી વાંચ્છુઓ પૈકી 80% બેરોજગાર લોકોને નોકરી મળે છે.ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ હોટેલો સિવાય અહીંયા એક પણ ઉદ્યોગ નથી. જેથી અહીં બેરોજગારીનું પ્રમાણ વધુ છે. એવામાં નોકરી મેળવવા માટે આવા ભરતીમેળા એકમાત્ર આવા આધાર છે.

આ પણ વાંચો : 
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Employment, Government job, Job, શિક્ષણ

विज्ञापन
विज्ञापन