માત્ર એક જ સપ્તાહમાં મારમારીની બીજી ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. બંને ઘટના સીસીટીવી વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. ત્યારે આ મામલે પોલીસતંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Kishor chudasama, jamnagar: જામનગરમાં પોલીસની કડક કામગીરીના દાવા વચ્ચે પણ ગુન્હાઓ અટકવાનું નામ લેતા નથી. લુખ્ખાઓને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લે આમ ગુન્હાહિત કૃત્યને અંજામ આપી રહ્યા છે. હજુ બે થી ત્રણ દિવસ અગાઉ જ ગુલાબનગરમાં મારામારીની ઘટના સામે આવી હતી. ત્યાંરબાદ આ યુવાનના ઘરે સાધના કોલોનીમાં મારામારીની ઘટના સામે આવી હતી. આ ઘટનાના CCTV બહાર આવ્યા છે.
મહિલાને હાથમાં ઇજા
જામનગર સાધના કોલોની ગેટ નંબર એક પાસે રહેતા હિતેશ સોમાભાઈ રાઠોડ નામના વ્યક્તિના ઘરે સાંજના સમયે બાઇક પર આવેલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત કારમાં તોડફોડ પણ કરી હતી. વધુમાં હુમલાખોરોએ ધોકો વડે માર મારતા મહિલાના હાથમાં ફેક્ચર થયું હતું.
ઉપરાંત યુવાનને પણ ઇજા પહોંચી હતી. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ હિતેશ પોતાની કારમાં એસેસરીઝ નખાવા ગુલાબનગર ગયો હતો ત્યાં માથાકૂટ થઇ હતી. ત્યારબાદ હિતેશના ઘરે ઘસી આવેલા ચાર શખ્સો એ હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે માત્ર એક જ સપ્તાહમાં મારમારીની બીજી ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. બંને ઘટના સીસીટીવી વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. ત્યારે આ મામલે પોલીસતંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ ગુંડાગીરીની આ તસવીરોને કારણે શહેરીજનોમાં ક્યાંકને ક્યાંક રોષ વર્તાઇ રહ્યો છે. જોવાનું આ મામલે પોલીસતંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે.