Home /News /jamnagar /Jamnagar: જામનગરમાં ચાર દિવસ સુધી ચાલશે યોગ દિવસની ઉજવણી, વાંચો વિગતવાર માહિતી

Jamnagar: જામનગરમાં ચાર દિવસ સુધી ચાલશે યોગ દિવસની ઉજવણી, વાંચો વિગતવાર માહિતી

X
રાજયોગ

રાજયોગ અંગેના કાર્યક્રમનું આયોજન

21 જૂનના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ યોગ દિવસ (International Yoga Day 2022) ની ઉજવણી કરવામાં આવશે. ત્યારે જામનગર (Jamnagar) માં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ચાર દિવસ સુધી યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  Sanjay Vaghela, Jamnagar: 21 જૂનના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ યોગ દિવસ (International Yoga Day 2022) ની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે જામનગર (Jamnagar) માં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ચાર દિવસ સુધી યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ કાર્યક્રમમાં જાણીતા યોગગુરુ અવિનાશ વણકર (Yoga Guru Avinash Vankar) પધારી રહ્યા છે.તમને જણાવી આપીએકે અવિનાશ વણકર મહર્ષિ કપિલ રાજયોગ (Rajyoga) ના પ્રણેતા છે. જેઓ યોગથી એક કદમ આગળ રાજયોગ કરાવે છે. રોટરી કલબ ઓફ સેનોરાઝ-જામનગર (Rotary club of senoras-Jamnagar) તથા લિલાવતી નેચર ક્યોર એન્ડ રીસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 થી 21 જુન 2022 સુધી વિવિધ સ્થળોએ રાજયોગ અંગેના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં બીજી ઘણી સંસ્થાઓનો સાથ મળેલ છે.

  નોંધી લો કાર્યક્રમની ટૂંકી વિગત

  આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. કલ્પના ખંઢેરીયાએ જણાવ્યું કે જામનગરમાં ચાર દિવસમાં પાંચ મહત્વની ઇવેન્ટ યોજાશે. જેમાં તારીખ 18ને શનિવારના રોજ સવારે 7.00 થી 8.00 સુમેર સ્પોર્ટસ કલબ તરફથી આ અયોજન તેમના સભ્યો માટે તથા કલબના યોગ કલાસના સભ્યો માટે કરેલ છે. તારીખ 19ને રવિવારના રોજ સવારે 06:30 થી 07:30 સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે મહર્ષિ કપિલ રાજયોગના પ્રણેતા યોગગુરૂ અવિનાશજી તમને તમારી જાત સાથે, તથા બ્રહ્માંડ સાથે પરમ ઐક્યનો સાક્ષાત્કાર કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

  તારીખ 20 ને સોમવારના રોજ સવારે 06:30 થી 07:30 તેનો લાભ ગીતા મંદિર ખાતે એક કાર્યક્રમ યોજાશે, તારિખ 21 ને મંગળવારના રોજ સવારે 7.00 થી 8.00 વાગ્યે જામનગર સ્ત્રીરોગ નિષ્ણાંત એસોસીએશન તથા જી.જી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં યોગગુરુ સાથે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે, જેનું ફેડરેશન ઓફ ઓબસ્ટેટ્રીક એન્ડ ગાયનેક સોસાયટીની આઇ.એ.ઇ.સી. કમીટી દ્વારા નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે પ્રસારણ થશે.

  આ તકે 21 તારીખે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન ‘હેલ્થ વીથ હેપીનેશ’ અને યોગ ફોર હ્યુમાનીટી આ સુત્રને સાર્થક કરતો કાર્યક્રમ કુંવરબાંઈ જૈન ધર્મશાળા ખાતે રોટરી કલબ ઓફ સેનોરાઝ તથા લિલાવતી નેચર ક્યોર એન્ડ રીસર્ચ સેન્ટર તરફથી જાહેર જનતા માટે યોજેલ છે, તેમાં યોગગુરુ અવિનાશજી તથા સુકીઝમ તથા વૈષ્ણવીઝમના મિલનથી તૈયાર થતાં નાસિકથી પધારેલ બાઉલ ગાયક બાબા મધુસુદન એક્તારા પર ધ્યાનનો અલભ્ય અનુભવ કરાવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ ગૂગલ પર રજીસ્ટ્રેશન કરવુ પડશે.  આ કાર્યક્રમ દરમિયાનઝુંપડપટીમાં રહેતા બાળકો માટે યોજેલ ડાન્સ ટીચીંગ કલાસના બાળકોને એવોર્ડ આપવામાં આવશે. રોટરી ક્લબના પ્રેસીડન્ટ જયા ચૌહાણ તથા સેક્રેટરી પ્રાચી કિરકોલ અને રોટરી કલબ ઓફ સેનોરાઝના સભ્યો સૌ સાથે યોગ ગરબા-રાસમાં ઝુમશે.લિલાવતી નેચર ક્યોર અને યોગ રીસર્ચ સેન્ટર તરફથી ગરીમાબેન તથા કમિટી મેમ્બર મીનાક્ષ્મીબેન શાહ, રોટરી કલબ ઓફ સેનોરાઝ તરફથી કપિલા રાઠોડ તથા ડો. પ્રવિણા સંતવાણી તથા કલબના બધા સભ્યો આ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

  આ પણ વાંચોJamnagar: સૌરાષ્ટ્રની એક માત્ર સરકારી ડેન્ટલ કોલેજ આવેલી છે જામનગરમાં, જાણો શું છે વિશેષતા

  તારીખ 18 ને શનિવારના રોજ જે લોકો શારીરિક રીતે અશક્ત તથા બીજા કારણોસર જે આ કાર્યક્રમમાં ભાગ ન લઇ શકે તેઓ આ ઝુમ લીંક https://zuventus.zoom.us/j/93005492617 દ્વારા મીટીંગ આઇ.ડી. 930 0549 2617 તથા પાસવર્ડ 423615 ની મદદથી પોતાના ઘરે જ મોબાઇલથી જોઇન કરી શકશે. આ સિવાય આ ચાર દિવસય કાર્યક્રમ અંગે કોઈ માહિતીની જરૂર હોઈ તો તમે 9925037726, 7016201959 પર સંપર્ક કરી શકો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Jamnagar News, જામનગર, જામનગર સમાચાર

  विज्ञापन
  विज्ञापन