Home /News /jamnagar /Jamnagar: વિદેશી નાગરિકોની ફેવરિટ છે આ પાનની દુકાન, એવા ફોટો લગાવ્યા કે જાણીને નવાઇ થશે

Jamnagar: વિદેશી નાગરિકોની ફેવરિટ છે આ પાનની દુકાન, એવા ફોટો લગાવ્યા કે જાણીને નવાઇ થશે

જામનગરના ફેમસ બાબુલાલના પાન, દુકાનમાં એવા ફોટો લગાવ્યા કે જાણીને નવાઇ લાગશે

જામનગરના પાન વર્લ્ડ ફેમસ છે કારણ કે પાનની સોપરીથી લઈ આથો ખુદ વેપારી પોતાના ઘરે બનાવે છે અને સાથે સાથે આ વેપારી જુદા જુદા શોખ પણ ધરાવે છે.

    Sanjay Vaghela, Jamnagar: ભાગ્યેજ કોઈ ગુજરાતી હશે જેને જીવનમાં ક્યારેય પાન નહીં ખાધું હોઈ, પાનનો ઇતિહાસ ખુબ જ જૂનો છે, આમ તો બનારસના પાન જાણીતા છે, પરંતુ જામનગરના બાબુલાલના પાન વર્લ્ડ ફેમસ છે, 1947માં બાબુલાલે પાન બનાવવાનું શરુ કર્યું હતું, આજે તેઓ તો હયાત નથી પરંતુ તેમની ત્રીજી પેઢી આ વ્યવસાય આગળ વધારી રહી છે. બાબુભાઈએ પોતાની પાનની આ દુકાનમાં લેનિન, માંડેલા, અને કેનેડી જેવા વિશ્વ વિખ્યાત નેતાઓની તસવીરો લગાવી છે.

    જામનગરના પાન વર્લ્ડ ફેમસ છે કારણ કે પાનની સોપરીથી લઈ આથો ખુદ વેપારી પોતાના ઘરે બનાવે છે, અને સાથે સાથે આ વેપારી જુદા જુદા શોખ પણ ધરાવે છે...જામનગરના પાન વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં આવેલી બાબુલાલ પાનની દુકાન ફેમસ છે કારણકે આ દુકાનમાંથી વિદેશમાં પાન બહોળા પ્રમાણમાં મોકલવામાં આવે છે. તો વિદેશથી આવતા NRI જ્યારે પણ જામનગર આવે ત્યારે મોટાપ્રમાણમાં પાન અહીંથી લઇ જાય છે.



    એક વિદેશી નાગરિકે કર્યું ટવિટ....શા માટે?

    આમ તો પાનની કિંમત પાંચ રૂપિયાથી શરૂ કરી અને દસ રૂપિયા સુધીની હોય છે, જોકે બાબુલાલ પાન વાળાને ત્યાં દસ રુપીયાથી લઈને સો રૂપિયા સુધીના પાન લોકોને મળી રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિદેશમાં દુબઈ તેમ જ ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં પણ બાબુલાલના પાન મોકલવામાં આવતા હતા.



    પાનની કિંમત તમાકુ તેમજ તેમાં વપરાતી અલગ વેરાઇટી પર નિર્ભર હોય છે. બાબુલાલ પણ સેંટરમાં તેઓ ઘરે જ આથો, સોપારી તૈયાર કરે છે, બનારસથી તમ્બાકુ મંગાવે છે. એક સમય હતો જયારે અહીં દરરોજના પાંચ હજારથી છ હજાર પાન વેંચતા હતા.
    First published:

    Tags: Local 18, PAN, જામનગર

    विज्ञापन
    विज्ञापन