માવઠાએ મોકાણ સર્જતાં જીરુંના પાકમાં નુકસાનીથી ખેડૂતો બેહાલ થયા છે.
જામનગરમાં માવઠાથી શિયાળુ પાકને નુકસાન થવા પામ્યું છે. હાલ એક તરફ જીરું, ઘઉ, ચણા સહિતનો શિયાળુ પાક તૈયાર થવાની અણી પર છે ત્યારે માવઠું પડતા પાક ઉત્પાદન ઘટે તેવી ભીતિ સર્જાઈ રહી છે.
Kishor chudasama, Jamnagar: તાજેતરમાં જામનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવા પામ્યું છે. હાલ એક તરફ જીરું, ઘઉ, ચણા સહિતનો શિયાળુ પાક તૈયાર થવાની અણી પર છે ત્યારે માવઠું પડતા પાક ઉત્પાદન ઘટે તેવી ભીતિ સર્જાઈ રહી છે. જેને પગલે ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જેને પગલે ખેડૂતો હાલ સહાય ઝંખી રહ્યા છે.
સહાયની માંગ કરતા ખેડૂતો
ચાલુ સાલ હાલ વાતાવરણમાં પ્રતિકુળતાને પગલે જીરૂના પાકમાં પહેલેથી જ નુકસાની હતી તેવામાં અધૂરામાં પૂરું માવઠાએ મોકાણ સર્જતાં જીરુંના પાકમાં નુકસાનીથી ખેડૂતો બેહાલ થયા છે. વધુમાં જીરું સહિતના પાકોમાં વિવિધ રોગોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે.
માવઠાએ ખેડૂતોને રાતે પાણી એ રોવડાવ્યા
એક બાજુ ખેડૂતોએ મોંઘું બિયારણ અને મોંઘી જંતુનાશક દવાનો છંટકાવ કર્યા બાદ રાત ઉજાગરા કરી અને મહામુલો પાક તૈયાર કર્યો છે. ત્યારે કમોસમી વરસાદથી મોટાભાગના પાકોમાં વિવિધ રોગોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને શિયાળુ પાકમાં નુકસાન જતા ખેડૂતોને મોટો ફટકો પડે તેવી શક્યતા છે. જીરુમાં સુકારો, જ્યારે ચણામાં ખાર ધોવાઈ જવાથી ઉત્પાદનમાં ઘટની ભીતિ અને રાયડામાં મસીનો ઉપદ્રવ વધતા ઉત્પાદના મોટો ફટકો પડે તેવી સ્થિતિ છે. જેને લઈને માવઠાએ ખેડૂતોને રાતે પાણી એ રોવડાવ્યા છે.